નાની નાની બાળકીઓ પાંચદિવસ મીઠા (નમક) વગરનું ભોજન આરોગે છે આ પાંચ દિવસ દરમિયાન બાળકીઓ નીત નવા શણગાર સર્જી બની ઠનીને સહેલીઓ સાથે રમે છે

ગૌરમા રે ગોરમાં સસરો દે જો સવાદીયા,

સાસુ દે જો ભૂખાળવી,

ગોરમા રે ગોરમા કંથ દે જો કહાગરો,

નણંદી દે જો સાહેલડી

ગોરમા રે  ગોરમાં ભગરી તે ભેંસના દુઝણા,

કાંઠાને ઘંઉની રોટલી દેજો

ભારતીય સાંસ્કૃતિના નારી શકિત દ્વારા પોતાનો સંસાર સુખી રહે એ માટે કેવી સહજ માંગણી કરવામાં આવે છે એના ચિતારમાં આ ગીત ઘણું  કહી જાય છે.

કુમારિકાઓના મોળાકત ના વ્રતમાં ખારુ એટલે કે ખારાશ વિનાનું મોળુ ખાવાનું હોય છે. આ ખારાશ વિનાનું મોળુ ખાવાના વ્રત ઉપરથી મોળાકત શબ્દ બનેલ હોવાનું માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ આ વ્રતને અલુણા વ્રત પણ કહે છે  લુણ એટલી મીઠું અને અલુણ એટલી મિઠા વગરનું આ એક લોકવ્રત છે. લૌકિક તહેવાર છે આનો પુરાણોમાં પૌરાણિક ગ્રંથોમાં કે અન્ય જગ્યાએ આનો ઉલ્લેખ મળતો નથી.

ભારતીય સમાજ રચના અનુસાર બાળપણથી બાલીકાઓ જીવન ધરેડનું વ્યવહારિક સામાજીક જ્ઞાન સહજતાથી રમતા રમતા સામુહિક રીતે, સમજદારી પૂર્વક પ્રાપ્ત કરી શકે એમ કહેવાય છે વ્યવહારિક યાને ગૃહસ્થજીવનમાં ઢળવા માટે સંસ્કારીત કરવાની કુમારકાની મહતા સમજવાની  ભવ્ય ભાવનાથી ભરેલું આ પર્વ છે. અને કુમારકાને ભાવી ગંભીરતા સમજાવવા માટે આ પર્વ યોજાયું હશે એમ કેટલાક સમાજ શાસ્ત્રીઓ માને છે અને એને સહજ રીતે સ્વીકારે છે.

આ વ્રત શરુ થવાના આગલા દિવસે બપોરે કુમારીકાને જે પણ કંઇ ખારું, ખાટુ, તીખુ ખવડાવવું હોય તે હોશે હોંશે તેમના વડીલો  તેમને ખવડાવે છે. જેને લોકભાષામાં દાટો દેવો કહેવાય છે સાંજના ભોજન આપવામાં આવતું નથી કેટલીક જગ્યાએ સાંજના ભોજન કરવાની પ્રથા છે. આમા લોક વ્યવહારની કેટલીક વિધિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં ઝવેરા વાવવા ગૌરી પુજન, જળાશય નદી વિ. સ્નાન કરવું તથા ડેડો ફુટવો.

ઝવારામાં મગ, તલ, ઘંઉ, ચણા અને જુવાર વાવવામાં આવે છે આને પંચતત્વનું પ્રતિક અને એકતા યાને સંઘભાવના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. એકતાના ભાવને ઉજાગર કરતી આ એક સુંદર વિધિ છે. જયારે માતા પાર્વતીએ આનુ પ્રથમ પુજન અને વ્રત કરેલું એટલે એમની યાદમાં ગૌરી પૂજન કરાય છે. જયારે અમુક જગ્યાએ નાની નાની બાલીકાઓને મનગમતી રમત રમાડી એને આનંદ કરાવી પ્રસન્નતા પૂર્વક  ચણાના લોટની મિષ્ટ યા તિખી વિવિધ વાનગી બનાવી આપવામાં આવે છે તેને લોક ભાષામાં ડેડો કૂટવો કહે છે.

નાની નાની માસુક બાલીકાઓ પાંચ પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરે એ વાસ્તવમાં ખરેખર અધરું છે. અને એ બની ઠનીને બહાર નીકળતી બાલીકાઓને જીવીએ ખરેખર એક લહાવો છે. જાણે સાક્ષાત જગદંબા વિવિધ રુપે દર્શન દેતી હોય એવું દૈદિપ્યમાન દ્રશ્ય લાગે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.