રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે ભારત-પાક. યુદ્ધમાં વપરાયેલી ટેન્ક ટી-૫૫નું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આ ટેન્કનું શું મહત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 અનાવરણ સમારોહ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, ટ્રસ્ટી મંડળ અને ભાવનગરના મહારાજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતના પૂર્વ રાજદૂત સુજાન ચીનોય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૈનિક સ્કૂલ સિવાયની અન્ય સ્કૂલને યુદ્ધ ટેન્ક મળશે આવી ઘટના ગુજરાત પ્રથમ વખત બનશે. યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 રાજકોટની જનતા માટે પ્રેરણારૂપ બનશે. આ ટેન્કના અનાવરણને બંધુત્વના પ્રતીક રૂપે હંમેશા ખૂબ ગર્વ સાથે યાદ રખાશે. ભારતીય સેનામાં રજૂ કરવામાં આવેલી સોવિયેત સંઘની પ્રથમ ટેન્કોમાંની એક એવી આ મશીને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આરકેસી સ્કૂલ કેમ્પસમાં વોર ટ્રોફી ટેન્ક ટી-55નું પ્રદર્શન સ્કૂલના વિદ્યાર્થીઓને અને શહેરના અન્ય યુવાનોને દળમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરશે
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ સ્કુલ એક ઐતિહાસિક હિસ્ટ્રી ધરાવે છે અને અહીં મિલેટ્રી ટ્રેડીશન પણ છે જે ભાગ્યે જ કંઈક બીજે જોવા મળે છે. આપણા યુવકોને આપણી સ્કુલના યુવકોને નેવી, એરફોર્સ અને આર્મીમાં જવાની પ્રેરણા મળશે અને પૂર્વ વિદ્યાર્થીઓ જે આઝદી પહેલાના યુદ્ધમાં શહીદ થઇ ગયા છે તેમને યાદ કરવાની તક પ્રાપ્ત થશે.
શું છે યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55માં ખાસ
યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 વજન 37 ટન છે. આ ટેન્કને જે બીજા વિશ્વયુદ્ધ પછીના સમયગાળામાં સોવિયેત સંઘ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. ત્યારના સમયગાળામાં યુદ્ધ ટોફી ટેન્કને સૌથી મજબૂત ટેન્ક માનવામાં આવતી હતી. ભારતે 1966-67માં રશિયા, પોલેન્ડ અને ચોકોસ્લોવાકિયા પાસેથી વિવિધ સ્થળોએથી ટી-55 ટેન્કસમી ખરીદી કરી હતી. આ ટેન્કના અનાવરણને બંધુત્વના પ્રતીક રૂપે હંમેશા ખૂબ ગર્વ સાથે યાદ રખાશે . આ યુદ્ધ ટ્રોફી ટેન્ક ટી-55 પાછલા યુદ્ધો અને લડાઈઓમાં આપણા સશસ્ત્ર દળોના બહાદૂરીભર્યા બલિદાનની યાદ અપાવશે.
આ પ્રસંગે મનોહર પરિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ, નવી દિલ્હીના ડાયરેક્ટર જનરલ અને ભૂતપૂર્વ રાજદૂત સુજન ચિનોય ઉપસ્થિત રહ્યા હતા. આર્મ્ડ કોર્પ્સના ડાયરેક્ટર જનરલ એવીએસએમ લેફ્ટનન્ટ જનરલ કે.એસ.બ્રાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા .