ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય
જેથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ કાનપુર ખાતે રમાઇ રહ્યો છે ત્યારે કાનપુરની વિકેટ ગ્રીન ટોપ હોવાથી ભારતને મળશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે. ત્યારે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે આ ટેસ્ટ મેચમાં ભારત તેના ચાર ખેલાડીઓ વિના ન્યૂઝીલેન્ડ સામે રમશે ત્યારે ભારત કઇ રણનીતિ થી ઉતરે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આંકડાકીય માહિતી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ 60 મેચ રામાયણ છે જેમાંથી ભારતે સર્વાધિક 21 મેચ જ્યારે ન્યૂઝીલેન્ડે 13 મેચ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તેમાં ૨૬ મેચ ડ્રો થયેલા છે. ત્યારે ભારતીય ટીમ માટે અને ટીમમાં સમાવેશ થયેલા નવોદિતો માટે ટેસ્ટ સીરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે આ ટેસ્ટ સિરીઝ બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે પણ ટેસ્ટ મેચ રમવાની છે. ભારતની ઓપનિંગની જોડી રોહિત અને રાહુલ વગર ભારતીય ટીમે તેમની ઓપનિંગ ભાગીદારી ખૂબ જ મજબૂત કરવી જરૂરી છે જેથી વિશાળકાય કોર ટીમ ઊભો કરી શકે અને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી ટેસ્ટ મેચ અંકે કરી શકે.
ભારતીય ટીમ પાસે સૌથી મોટો ત્યાંજ એ છે કે હેડ કોચ રાહુલ દ્રવિડ તેની બેન્ચ ફ્રેન્ડને પણ ચકાસવા માંગશે જે આગામી સાઉથ આફ્રીકા ટૂર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. સવારના દસ વાગ્યા સુધી ની સ્થિતિને ધ્યાને લઇ ભારતીય ટીમ તરફથી ઓપનર શુભમન ગિલ અને મયંક અગ્રવાલ ટીમ તરફથી ઓપનિંગ કર્યું છે અને વિના વિકેટે ૨૧ રન નોંધાવ્યા હતા. સૈયર દ્વારા ટેસ્ટ ડેબ્યુટ પણ કરવામાં આવેલું છે. બોલરો માટે ગ્રીનટોપ વિકેટ માટે ખૂબ જ અસરકારક અને મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે ત્યારે ભારતીય બેટ્સમેનો આ સ્થિતિમાં કેવી રીતે રમત રમશે તે જોવાનું રહ્યું.