યશસ્વી જૈસવાલ ‘હિટમેન’ રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બે મેચની ટેસ્ટ સીરીઝ શરુ થઈ રહી છે. પહેલી મેચ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ આ મેચથી ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી. રોહિતે સીરીઝ શરુ થતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા. રોહિતે જણાવ્યું કે 21 વર્ષનો યશસ્વી તેમની સાથે ઈનિંગની શરુઆત કરશે. એવામાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વન ડાઉન એટલે કે ત્રીજા નંબરે બેટિંગમાં ઉતરશે. ગિલ અત્યાર સુધી રોહિતની સાથે અનેક મેચમાં ઓપનિંગ કરી ચુક્યો છે.

ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ગુમાવ્યા બાદ ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ ઈનિંગ માટે પસંદ કર્યો ન હતો. સિલેક્ટર્સે યશસ્વી અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા બેટ્સમેન પર વિશ્વાસ મુક્યો છે. જ્યારથી ભારતીય સ્કવોડની જાહેરાત થઈ છે ત્યારથી યશસ્વીના ટેસ્ટ ડેબ્યૂને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. જયસ્વાલની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં યશસ્વી ઈનિંગ એ તેને ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરાવવા માટે કારગત નિવડ્યું છે. 2023ની આઇપીએલ સીઝનમાં તેને 625 રન નોંધાવ્યા હતા જે તેના કૌશલ્યને ઉજાગર કરે છે. એટલુંજ નહીં તેણે એક સેન્ચુરી અને 5 હાફ સેન્ચુરી ફટકારી હતી.

યશસ્વીના ડોમેસ્ટિક કરિયરની વાત કરીએ તો તેણે 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80.21ની સરેરાશથી 1,845 રન કર્યા છે. તેણે આ દરમિયાન 9 સેન્ચુરી અને 2 ફિફ્ટી ફટકારી છે. તેણે આ વર્ષે ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી રમતા પહેલી ઈનિંગમાં 213 રન અને બીજી ઈનિંગમાં 144 રન કર્યા હતા. તેણે 32 લિસ્ટ અને 57 સ્થાનિક ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 1511 અને 1578 રન કર્યા છે. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે ભારત પહેલી ટેસ્ટમાં બે સ્પિનર સાથે ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.