ગુજરાતીઓના દરેક ફિલ્મોમાં જુદી જુદી લાગણીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. ઉમંગ, ઉત્સાહ, પ્રેમ વગેરે ગુજરાતીઓના ફિમોમાં ચોક્કસ પણે જોવા મળે છે . પરંતુ શું તમે વિચાર્યું છે કે વિજ્ઞાનને આધારીત પણ કોઈ મૂવી ગુજરાતી દ્વારા બનાવમાં આવે જી હા મિત્રો પ્રથમ વખત ગુજરાતી સાયન્ટિફિક ફિલ્મ શોર્ટ સર્કિટનું ટીઝર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યું છે, જેનાથી હવે આગામી દિવસોમાં રિલીઝ થનારી શોર્ટ સર્કિટ ફિલ્મને બમ્પર ઓપનીંગ અને જોરદાર સફળતા મળવાની શકયતા બળવત્તર બની છે
ટીઝરની શરૂઆત બાથરૂમના ફ્લોર પર પડેલા ફિલ્મના મુખ્ય કલાકાર ધ્વનિત ઠાકર સાથે શરૂ થાય છે અને એમની જ ઊંડા અને શાંત અવાજમાં કહે છે કે ઘેલછા એક વસ્તુ વારંવાર કરાવે છે , અને દર વખતે કઈ જુદું જ રીઝલ્ટ એક્સપેક્ટ કરે છે, સાથે કેમેરો ઝૂમ આઉટ થાય છે. ટીઝરનું સંગીતથી સાંભળી ધ્રુજારી છુટી જાય છે. અંતે કેમેરા અમદાવાદના અવકાશમાં નર્દન લાઈટ્સ એટલે ઔરોં બોરિયાલીસ પર ઝૂમ થાય છે. સાયન્ટિફિક ફિલ્મ શોર્ટ સર્કિટના ટીઝરને પ્રેક્ષકો તરફથી બોહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકો દ્વારા ટીઝર આટલું પસંદ આવ્યા બાદ રાહ બસ હવે મૂવી રીલીઝ થવાની છે કે મૂવી બાદ કેટલાક લોકોનું દિલ જીતે છે આ મૂવી …