જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશન દ્વારા
જે.ડી. એફ રાજકોટની 20મી વર્ષગાંઠ પ્રસંગે પ્રસિઘ્ધ ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાના વરદ હસ્તે ઉદઘાટીત ‘મારી ઉણપ એ જ મારી તાકાત’ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહેશે
રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી ટાઇપ-1 ડાયાબિટીસના બાળકો માટે કાર્યરત સેવાભાવી સંસ્થા, જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની ર0મી વર્ષ ગાંઠ પ્રસંગે સંસ્થા દ્વારા આગામી તા. 6 ને રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે ‘મારી ઉણપ એ જ મારી તાકાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા જે.ડી.એફ.ના મેનેજીંગ ટ્રસ્ટી અપુલ દોશીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા અનોખું અભિયાન નિ:સ્વાર્થ ભાવે ચલાવી રહી છે . તા . 6 ઓગસ્ટના રોજ યોજાનાર ડાયાબિટીસ અંગેના બે દિવસીય મેગા ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શક કેમ્પના ઉદ્ઘાટન સંત શિરોમણી (ભાઈશ્રી) રમેશભાઈ ઓઝા કરશે . કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે રાજય સરકારના આરોગ્ય મંત્રી રુષિકેશભાઈ પટેલ તથા રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને રૂ .2500 ની કિંમતની ડાયાબિટીસમાં ઉપયોગમાં લેવાની ઈન્સ્યુલીન સીરીઝ, ગ્લુકોમીટર સ્ટ્રીપ નિ:શુલ્ક આપશે. વધમાં બે દિવસીય ચેકઅપ કેમ્પમાં બાળકોની લાઈફ લાઈન ગણાતા ડો. નિલેશ દેત્રોજા, ડો પંકજ પટેલ, ડો. હર્ષ દુર્ગીયા, ડો. સાગર બરાસરા, ડો. ઝલક શાહ, ડો . ચેતન દવે પોતાની અમૂલ્ય સેવા પ્રદાન કરશે.
બધા જેડીએફ બાળકો તેમજ તેમના વાલી માટે જમવાની વ્યવસ્થા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ છે, આ કાર્યક્રમમાં નાગર બોર્ડિંગનો સહયોગ પ્રાપ્ત થયો છે, બંને દિવસનું મેડિકલ ચેકઅપનું સ્થળ અનંતજી વડનગરા નાગર બોર્ડિંગ , ટાગોર રોડ , રાજકોટ છે , સમય સવારે 10 વાગ્યાનો છે.
જેડીએફ રાજકોટ દ્વારા યોજાનાર આ ડાયાબિટીસ અંગેના કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે . ડો . ભરતભાઈ બોધરા પ્રદેશ ભાજપ (ઉપપ્રમુખ), રમેશભાઈ ટીલારા (ધારાસભ્ય), ઇન્દુભાઈ વોરા (પ્રમુખ અશોક ગોંધીયા મેમો. ટ્રસ્ટ), શંભુભાઈ પરસાણા (અગ્રણી ઉદ્યોગપતિ) યોગેશભાઈ લાખાણી ( સીનિયર એડવોકેટ અમદાવાદ ) ભાનુબેન બાબરીયા ( કેબીનેટ મંત્રી ), ડો . પ્રદિપભાઈ ડવ (મેયર શ્રી ) મુકેશભાઇ શેઠ (અગ્રણી બિલ્ડર ), મનેશભાઇ માડેકા (ચેરમેન રોલેક્ષ રીંગ્સ લિ.), નટુભાઇ શાહ (જૈન શ્રેષ્ઠી, અગ્રણી ઉદ્યોગપતિ), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), આનંદ પટેલ (કમિશનર – આરએમસી), પરેશભાઈ ગજેરા (પ્રમુખ રાજકોટ બિલ્ડર્સ એસો.) , પ્રતાપભાઈ પટેલ (અગ્રણી દાતા), રમેશભાઈ પટેલ (અગ્રણી ઉદ્યોગપતિ), ઉદયભાઈ કાનગડ, (ધારાસભ્ય), મુકેશભાઇ દોશી (પ્રમુખ રાજકોટ શહેર ભા.જ.પ.), રાજુભાઇ પોબારૂ (પ્રમુખ લોહાણા મહાજન), નિલેશભાઈ વાધર (બેંગલોર ), ભવાનભાઇ રંગાણી ( અગ્રણી બિલ્ડર) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડશે .
તેઓએ જે.ડી.એફ. ની વિશિષ્ટ પ્રવૃતિઓ અંગે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા અમેરિકાની કલીન્ટન ફાઉન્ડેશન અને ઓસ્ટ્રેલીયાની જે.ડી.આર.એફ. સાથે ટાઇપ કર્યુ છે અને તે અંગેની એક બેઠક અમદાવાદ ખાતે રાખવામાં આવી છે. સાથે સાથે રાજકોટ મહાપાલિકા દ્વારા આ પ્રવૃતિને વેગ આપવા માટે જીમન સંસ્થાને 1000 ચો.મી. જમીન આપવા નિર્ણય કર્યો છે.
વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા દેશમાં સૌ પ્રથમ રાજકોટના આંગણે અત્યાધુનિક ટાઇપ-1 ડાયાબિટીસ એજયુકેશન સેન્ટર તથા ટાઇપ-1 ડાયાબિટીસ રીસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેથી ડાયાબિટીસના દર્દી બાળકો માટેની સારવારને લગતી કીટ પણ અહિયા ઉપલબ્ધ કરી શકાશે.
આ તકે જેે.ડી.એફ. ના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઇ દોશી તથા ટ્રસ્ટીઓ રોહિતભાઇ કાનાબાર, અનિશભાઇ શાહ, હરિક્રિષ્નભાઇ પંડયા, અમિતભાઇ દોશી, અજયભાઇ લાખાણી તથા મિતેષભાઇ ગણાત્રા સાથે રહ્યા હતા.