વાછરડી કાપી અને તેની બિરયાની બનાવી લગ્નમાં મહેમાનોને મીજબાની આપી હતી
ધોરાજી સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં આરોપી શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારી છે. ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું. બે લાખ બે હજારનો દંડ પણ ફટકાર્યો.
સલીમ કાદરના ઘરે પોતાની દીકરીના લગ્ન હતાં તેમણે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી અને આ વાછડી કાપી અને તેની બિરયાની બનાવી તેમના લગ્નમાં આવેલા મહેમાનોને મીજબાની આપી હતી. આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો નોંધી અને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કામમાં તપાસ થયેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં અવશેષો મળ્યા હોવાનું પુરવાર કરયું હતું.
ધોરાજી સેશન્સ કોર્ઠે ગૌ હત્યા કેસની સુનવણી શરૂ થતા કોર્ટે ગૌ હત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત તેમજ સરકારી વકીલ કાર્તિકેય પારેખ દલીલ ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવે સમક્ષ ધોરાજીનો ગૌ હત્યાનો કેસની સુનવણી શરૂ થતાં કોર્ટે આરોપી સલીમ કાદરને ભારતીય દંડ સંહિતા કલમ ૩૭૯ ૪૨૯ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ ૨૦૧૭ની કલમ ૮ મુજબ તકસીરવાન ઠરાવી અને રૂપિયા ૧ લાખ ૨ હજારનો દંડ તથા ૧૦ વર્ષની સજા ફરમાવ્યો છે.