ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે
વિઘ્નહર્તાના આગમન ને લઈ ભાવિકોમાં અનેરો ઉત્સાહ: બેન્ડવાજા, ડી.જે.ના સૂરે વાજતે ગાજતે ‘બાપા’ની કરાશે સ્થાપના
શ્રાવણ માસ પૂરો થયા બાદ હવે સોમવારે ગણેશચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે. નાના મોટા સર્વના લાડકવાયા ગણપતિ બાપાની પધરામણી કરાવવાની તડામારર તૈયારીઓ ચાલી રહી છે. વિઘ્ન હર્તાનાં આગમનને લઈ પંડાલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં પણ દુંદાળા દેવની વિવિધ પ્રકારની મૂર્તિઓ મળી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી હવે ઈકોફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ વધી રહ્યું છે. નાની મૂર્તિથી માંડી વિશાળ કાયમૂર્તિઓ સૌનુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
પ્રથમ પૂજય ગણેશની મૂર્તિને ઘરમાં, સોસાયટીમાં કે પછી મોટા પંડાલમાં સજાવવામાં આવશે ગણેશ ચતુર્થી દરમિયાન દોઢદિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ અને ૧૦ દિવસ સુધી વિઘ્ન હર્તાની સેવા પૂજા અર્ચના કરી ત્યારબાદ મૂર્તિનું પાણીમાં વિસર્જન કરાશે.
વિસર્જન કરવા પાછળ માન્યતા છે કે જે રીતે મહેમાન ઘરે આવે છે તો કંઈક લઈનેવે છે તે પ્રકારે ભગવાનને પણ આપણે દર વર્ષે ઘરે બોલાવીએ છીએ તે ઘરમા પધારે છે તો જરૂર દરેક માટે ખુશી, સુખ, સમૃધ્ધિ લાવશે અને તે ઘરમાં કાયમ રહેશે. મહત્વનું છે કે ગૌરી પુત્ર ગણેશનું પૂજન કર્યા વગર કોઈ કાર્યનો પ્રારંભ થતો નથી વિઘ્નહર્તાના રૂપમાં પૂજય ગણેશ દરેક સમસ્યાઓને દૂર કરવા તથા મનોકામના પૂર્ણ કરનાર દેવતા છે.
શ્રી ગણેશ નિષ્કપટતા, વિવેકશીલતા, અબોધતા તેમજ નિષ્કલંકતા પ્રદાન કરનાર દેવતા છે. આ ઉત્સવ મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ ખૂબજ ધામધૂમથી મનાવાય છે. લોકો શ્રધ્ધાથી ગણેશની મૂર્તિનું સ્થાપન કરી ભગવાનને લાડ લડાવે છે.
ગણપતી દાદાને વિઘ્નના હર્તા કહેવામાં આવે છે. પુરાણો પ્રમાણે જોઈએ તો પાર્વતીજીના માનસ પુત્ર ગણપતી દાદાનો જન્મ પાર્વતીજીએ પોતાના શરીરના મેલ માંથી બનાવી પોતાની રક્ષાના ઉદેશથી પાર્વતીજી ગણપતી દાદાને પુત્ર તરીકે રાખે છે. આમ ગણપતીદાદાનો જન્મ જ રક્ષાના ઉદેશથી થયેલ છે.
એક પૌરાણીક કથા અનુસાર પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક નેત્ય હતો તેના કોપથી સ્વર્ગ અને ધરતીના લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા આથી ઋષીમૂનીઓ અને ઈન્દ્ર બધા ભેગા મળી અને મહાદેવજીને ર્થના કરે છે ત્યારે મહાદેવજી કહે છેકે અનલાસૂરનો નાશ કેવળ ગણપતીદાદા જ કરી શકે છે. કારણ અનલાસૂરને વરદાન હતુ હું કોઈનાથી ના મરૂ જે કોઈ મને ગળી જાય તેનાથી જમારૂ મૃત્યુ થાય આમ ગણપતીજીનું પેટ બહુ મોટુ હતુ અને દાદા અનલાસૂર ને ગળી જાય છે. ત્યારબાદ અનલાસૂર ગણપતીદાદાના પેટમાં અગ્નિ ઉત્પન્ન કરે છે. આનાથી ગણપતીજીને પેટમાં દાહ ઉત્પન થાય છે. ત્યારે લોકોએ અને ઋષીમૂનીઓ અનેક જાતની અષેધી આપને છે. પરંતુ અગ્નિ શાંત થતો નથી ત્યારબાદ દાદાને માથે દુર્વા ચડાવામાં આવે છે. અને દાદા ગણપતીદાદાને શાંતી મળે છે. અને ગણપતી દાદા આર્શીવાદ આપે છે. જે લોકો મને દૂર્વા ચડાવશે તેઓનાં જીવનમાં શાંતી હું આપીશ. ગણપતીદાદાને ૨૧ દુર્વા મસ્તક ઉપર ચડાવી જોઈએ. તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે.