- વેરહાઉસ ખાતેથી 8 વિધાનસભા મત વિસ્તારમાં વહેલી સવારથી જ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ વીવીપેટ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાશે
આગામી લોકસભા – 2024 ચૂંટણી અન્વયે ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે.જેની પ્રક્રિયાના ભાગ રૂપે આજરોજ કલેકટર અને જિલ્લા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ઈ. વી.એમ. મશીનની પહેલી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં કલેકટર ઓફિસ ખાતે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 68 થી 75 વિધાનસભા મત વિસ્તારના 2236 બુથ માટે જરૂરી ઈ.વી.એમ. ની ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અધિક ચૂંટણી અધિકારી એન.કે.મુછારના જણાવ્યા અનુસાર 125 % બેલેટ યુનિટ (બી.યુ.) તેમજ કંટ્રોલ યુનિટ (સી.યુ.) અને 135 % વી.વી.પેટ. મશીન સંબંધિત વિધાનસભા વિસ્તારમાં આવતી કાલે વેર હાઉસમાંથી રવાના કરવામાં આવશે. આ તકે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, મામલતદાર ચૂંટણી એમ.ડી. દવે, નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા સહીત ચૂંટણી સંલગ્ન સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.