ગોંડલના કલ્યાણ ગ્રુપે જવાનોને રાખડી મોકલી શુભેચ્છા પાઠવી
ગોંડલમાં ‘પ્રથમ રાખી સૈનિકો કે નામ’ અંતર્ગત યોજવામાં આવેલ એક કાર્યક્રમ અંતર્ગત કલ્યાણ ચેરીટી ગ્રુપની ચાર મહિલાઓએ સરદહના જવાનોને રાખડી તેમજ શુભેચ્છા સંદેશ મોકલાવ્યો છે.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલ દ્વારા વોર્ડ નંબર ૮ માં રામબંગલા પાસે, કલ્યાણ ચેરિટી ગ્રૂપની મહિલાઓ સાથે ’પ્રથમ રાખી સૈનિકો કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહીલાઓ દ્વારા સરહદ પર રાતદિવસ માભોમ કાજે સતત ખડેપગે ટાઢ,તડકો અને વરસાદ વેઠી દેશના સીમાડાની રક્ષા કરતા સૈન્યના જવાનોને રાખડી સાથે પત્ર મોકલવામાં આવ્યા હતા.આ તકે એ તમામ ચારેય મહિલાઓનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમ નગર સંયોજક કલ્પેશભાઈ ખાખરીયા ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.