ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યાં હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની એક વખત ફરી દેશમાં સરકાર બનવા જઈ રહી છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યું છે. જો કે આ પત્રકાર પરિષદમાં વડાપ્રધાને એકપણ સવાલનો જવાબ ન આપ્યો. તેમને પૂછાતા સવાલના જવાબ પણ અમિત શાહે જ આપ્યા.
મોદીએ કહ્યું- ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જેની સૌથી મોટી તાકાત શું છે? આ કોઈ રાજકીય પાર્ટીનું કામ નથી. મારું માનવું છે કે આપણે દેશને દુનિયાની સમક્ષ લઈ જવું જોઈએ. 2009 અને 2014ની ચૂંટણીના કારણે IPLની મેચ દેશની બહાર યોજાઈ હતી. સરકાર સક્ષમ હોય તો IPL, રમઝાન, બાળકોની પરીક્ષા અને નવરાત્રી પણ ચૂંટણી સમયે થાય છે.
વડાપ્રધાને કહ્યું કે, “ગત વખતે 16 મેનાં રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. 17 મેનાં રોજ ઘણી જ મોટી કેઝ્યુઅલ્ટી થઈ હતી. સટ્ટાખોરોને તે દિવસે અબજો રૂપિયાનું નુકસાન થયું હતું. પહેલાં જે સટ્ટા બજાર ચાલતું હતું તે કોંગ્રેસની 150 સીટ માટે અને ભાજપ માટે 118 અને 120 સીટ માટે ચાલતો હતો. મારા ખ્યાલથી જ ઈમાનદારીની શરૂઆત 17 મેથી જ થઈ હતી.