આંતરરાષ્ટ્રીય હવામાન મોડલ દ્વારા આગાહી કરાઈ: ભારતીય હવામાન વિભાગ દ્વારા હજુ સુધી નથી કરાઈ પુષ્ટિ

હાલમાં બંગાળની ખાડીમાં  સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ તેવી શક્યતા સેવાઇ રહી છે . આ વાવાઝોડું ચોમાસાની ઋતુ બાદનું પ્રથમ વાવાઝોડું હોઈ શકે છે. અને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી સંભાવના આંતરરાષ્ટ્રીય હવામાન મોડલ દવારા કરવામાં આવી છે. પરંતુ હજુ ભારતીય હવામાન વિભાગ દ્વારા આ અંગે કોઈ પુષ્ટતા કરવામાં આવી નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, બંગાળની ખાડીમાં ઉત્તર આંદામાન સાગર અને તેની આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે.

જે બાદમાં વધુ અસરકારક બનીને આગામી સપ્તાહ દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે.  ઉત્તર આંદામાન સાગર ઉપર બનનાર લો પ્રેશર એરિયા બાદમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે. એટલે આ વધુ અસરકારક બનીને ચક્રવાતમાં બદલાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગ એ આ વાવાઝોડા અંગે કોઈ પુષ્ટિ કરી નથી અને જણાવ્યું છે કે હવાની ગતિ સમયાંતરે બદલતી રહે છે જેથી હજુ વાવાઝોડું આવશે કે કેમ એ કેવું મુશ્કેલ છે અને ઓક્ટોબર 20 ના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી પણ શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે હજુ જે સર્ક્યુલેશન બંધાવવું જોઈએ તે હજુ સુધી જોવા મળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.