ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો લડી લેવાના મૂડમાં: આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું
અબતક, નવીદિલ્હી
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ધારાસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કામાં આવતીકાલે ઉત્તરપ્રદેશમાં 58 બેઠકો પર મતદાન કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં 11 જિલ્લાઓની આ 58 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. આ સાથે જ દેશમાં મતદાનનો બૂંગ્યો પણ ફૂંકાઇ જશે. ગઇકાલે ચૂંટણીના જાહેર પ્રચારોનો અંત આવ્યા બાદ 58 મતવિસ્તારમાં મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ ઉપર ચૂંટણી પંચ પોતાની કામગીરીને આખરી ઓપ આપશે. ઉત્તરપ્રદેશની આ 58 બેઠકો પર 615 ઉમેદવારો છે.
આ ઉમેદવારોમાં ભાજપ, બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પક્ષ તથા આરએલડીનું ગઠબંધન અને કોંગ્રેસ દરેક પક્ષ તમામ 58 બેઠકો લડે છે. આ ચૂંટણીમાં ગઇ ચૂંટણીની તુલનાઓ સૌથી ખાસ વાત યોગી આદિત્યનાથ છે. 2017માં બીજેપી પાસે પહેલેથી જ રાજ્ય માટેના મુખ્યમંત્રીનો ચહેરો ન હતો પરંતુ આ વખતે યોગી આદિત્યનાથનો ચહેરો મુખ્યમંત્રી તરીકે પ્રકાશીત કર્યો છે. જેઓને સરકાર ચલાવવાનો પાંચ વર્ષ અનુભવ પણ છે.
આ ઉપરાંત એ પણ નિશ્ર્ચિત છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જુદા-જુદા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ બંને પાર્ટી ગઇ વિધાનસભાની ચુંટણી પણ અલગ રહીને લડી હતી. પરંતુ 2019ની સામાન્ય ચુંટણી બંને પાર્ટી એકબીજાના સહયોગમાં લડી હતી. વિધાનસભાની ગઇ ચુંટણીમાં કોંગ્રેસનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન હતું જે આ વખતે મુશ્કેલીમાં દેખાઇ રહ્યું છે. આ ચુંટણીમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો ચહેરો પ્રિયંકા ગાંધી રહેશે. જ્યારે અસદુદ્ીન ઔવેસી પણ ચુંટણી મેદાનમાં જોવા મળશે. જ્યારે દિલ્હીમાં સત્તા ધરાવતી આમ આદમી પાર્ટી પણ ઉત્તરપ્રદેશની ચુંટણીમાં જંપલાવશે.