બી.એ, બી.કોમ, બી.બી.એ. સહિતની ૩૨ પરીક્ષાઓમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા

ચોરીના દુષણને અટકાવવા જમ્બલીંગ સિસ્ટમ દાખલ કરાઈ: ૧૪૦ ઓબ્ઝરવરને અલગ અલગ કેન્દ્રો પર મુકાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબકકાની પરિક્ષાનો આજ સવારથી જ પ્રારંભ થઈ ચૂકયો છે. બી.એ,બીકોમ, બીબીએસહિતની પરીક્ષાઓમાં ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. અને ખાસ તો આ વર્ષે પરિક્ષા ચોરીના દુષણને ડામવા માટે જમ્બલીંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. વિદ્યાર્થીઓને જમ્બલીંગ સિસ્ટમથી દૂરની કોલેજોમાં પરીક્ષા આપવા જવું પડશે.

આ ઉપરાંત પ્રથમ તબકકાની પરીક્ષામાં બી.કોમ. સેમ.૫ ના ૧૩૩૭૭, બી.એ સેમ.૫ના ૬૮૦૦, બીબીએના ૨૫૦૦, બીસીએના ૨૪૦૦ અને એલએલબીમાં ૧૯૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં ન્યુ કોર્ષનાં ૩૪૮૧૪ અને ઓલ્ડ કોર્ષના ૧૧૦૦૦ છાત્રો પરીક્ષા આપનાર છે.

પરીક્ષા વિભાગને સંલગ્ન કોલેજોનાં ૧૭૨ અધ્યાપકોનાં નામ મળી ગયા છે. જેમાંથી ૧૪૦ જેટલા ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવશે. આ વખતે અધ્યાપકોને પણ જમ્બલીંગ કરવામાં આવ્યા છે. એટલે કે એક જ કોલેજનાં અધ્યાપકોને અન્ય કોલેજમાં ઓમ્ઝર્વરીંગ માટે જવાનું રહેશે.

પ્રથમ તબકકાની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જે ૩૦ ઓકટોબર સુધી ચાલનાર છે.જેમાં બીએ,એલએલબી, બીજેએમસી, એમજેએમસી, બીબીએ, બીસીએ સહિતની ૩૨ પરીક્ષાઓ યોજાશે જેમાં ૧૦૦ પરીક્ષા કેન્દ્રો પરથી ૫૧૬૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ વર્ષે પ્રથમ વખત વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકોનું પણ જમ્બલીંગ કરવામાં આવ્યું છે. જેમાં તેઓને પરીક્ષા કેન્દ્ર પર ૧ કલાક અગાઉ પહોચી જવા અને પરીક્ષા પૂર્ણ થયાબાદ જ કેન્દ્ર છોડવા માટે કડક સુચના અપાઈ છે. જો કેઆ જમ્બલીંગ સીસ્ટમ કેટલી સફળ નીવડે છષ તેતો સમય જ બતાવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.