– લાખો લોકોએ જિયો ફોન બુક કરાવી દેતા હાલ પુરતા આ ફોનનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે બુકિંગ બીજીવાર ક્યારે શરૂ થશે તે અંગે હાલ કોઇ જાણકારી નથી. પરંતુ કંપનીએ પાંચ મુખ્ય શહેરોમાં ગ્રાહકોને આ ફોનની સૌથી પહેલા ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે. આ શહેરોમાં ગ્રાહકોને આ ફોનની સૌથી પહેલા ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો છે. આ શહેરોમાં અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
– જિયોએ લોડ ઓછી કરવા રોજના ૧ લાખ હેન્ડસેટની ડિલિવરી કરવાનું આયોજન કર્યુ છે. તેમજ જીયો ફોન દેશના જુદા-જુદા શહેરમાં પહોંચાડવામાં આવશે. સૌથી પહેલા અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કલકત્તા અને હૈદરાબાદના ગ્રાહકોને જિયો ફોન મળશે. આ પછી ફોન જિયો સેન્ટર અને રિલાયન્સ જિયો સ્ટોર પર પહોંચાડવામા આવશે. અહીંથી ફોન રિટેલ સ્ટોર અને ડીલર્સ પાસે મોકવામાં આવશે.
ખાસિયત :
– જિયો ફોનમાં વોઇસ કમાન્ડના આધારે તમે કોઇપણ કામ કરી શકો છો તેની સ્ક્રીન ૨.૪ ઇંચની છે અને તેમાં એફએમ રેડિયો અને ટોર્ચ લાઇટ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી ૪ જીબી હશે અને માઇક્રો એસડી કાર્ડ નાખીને મેમરી ૩૨ જીબી સુધી વધારી શકો છો. ફોન સાથે કેબલ આપવામાં આવશે. જેના માધ્યમથી તમે આ ક્ધટેન્ટને ટી.વી.માં પણ જોઇ શકશો. આ માટે તમારે ૩૦૩ રૂપિયાવાળો પ્લાન લેવો પડશે. ઉપરાંત વ્હોટ્સએપ ચાલશે કે નહિ તે અહી સ્પષ્ટતા કરી નથી. આવનાર સમયમાં વ્હોટ્સએપનું ખાસ વર્ઝન લોન્ચ કરવામાં આવશે જે માત્ર જિયો ફોન પર જ ચાલશે. હાલમાં રિલાયન્સ જીયો કે વ્હોટ્સએપ બંનેનાથી આ અંગેની કોઇ જાણકારી આપી નથી.