ગુજરાતમાં માત્ર ૬ ખાનગી સંસ્થા આ કોર્ષ ચલાવે છે: સરકારી અનુદાનથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોર્ષ શરૂ કરી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીને પહેલ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના વિઘાર્થીઓને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ નજવી ફીથી ઘર આંગણે જ પ્રાપ્ત થશે. સરકારી અનુદાનથી ફાર્મ-ડી નો આંતરરાષ્ટ્રીય કક્ષાનો કોર્ષ શ‚ કરનારાી સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી દેશભરમાં પ્રથમ બની છે. ફાર્મસી ક્ષેત્રે ઊજવળ કારર્કીદી ઘડવા માંગતા વિઘાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ફાર્મસી ભવનમાં વિઘાર્થીઓને તક મળશે.
રાજયમાં ૬ ખાનગી સંસ્થાઓ આ કોર્ષ લાખોની ફી વસુલી ચલાવી રહી છે. જયારે સરકારી અનુદાનથી નજીવી ફી વસુલી આતંરરાષ્ટ્રીય કક્ષાનો ફાર્મ-ડીનો કોર્ષ શ‚ કરવાની દેશભરમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીએ પહેલ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ફાર્મસી ફેકલ્ટીના ડલન ફાર્મસી ભવનના અઘ્યક્ષ ડો. મીહીર રાવલે અબતક સાથેને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીનું ફાર્મસી ભવન ૨૦૦૬ થી કાર્યરત છે. આ ભવનમાં જુદા જુદા ૬ વિભાગો છે. સાથે સાથે ૨૦૧૪માં માસ્ટર ઓફ ફાર્મસી મેનેજમેન્ટ એટલે બી ફાર્મ અને મેનેજમેન્ટનો સંલગ્ન કોર્ષ ચાલુ કર્યો. આ ઉપરાંત સર્ટીફીકેટ કોર્ષ ડાયાલીસીસ શ‚ કર્યો. હાલ રાજય સરકાર દ્વારા એક નવો કોર્ષ ફાર્મ-ડીની મંજુરી મળી છે. અને એ રજુઆત બદલ ફાર્મસી ભગનને આ કોર્ષ માટેની ગ્રાન્ટ મંજુર કરેલ છે. ‚ા પ કરોડ મંજુર કર્યા છે. જેમાં ૩.૭૫ કરોડ ડેવલોપમેન્ટ ગ્રાન્ટ માટેના છે અને સવા કરોડ મહેકમ માટે મંજુર કરાયા છે.
ગુજરાતમાં આ કોર્ષ ગાંધીનગરની કેબી ઇન્સ્ટીટયુટમાં થાય છે. આ ઉપરાંત પા‚લ યુનિવસીર્ટીમાં અને અલગ રાજયો જેમાં આંધ્રપ્રદેશ, તેલગાંણા, કર્ણાટક અને કેરળમાં ફાર્મ-ડી કોર્ષ કાર્યરત છે. પરંતુ આ બધા કોર્ષ સેલ્ફ ફાઇનાન્સ દ્રષ્ટીએ ચાલે છે. સમગ્ર ભારત ભરમાં ગર્વમેન્ટ દ્વારા અનુદાન મેળવી આ કોર્ષ ચાલુ કરનાર સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી પ્રથમ છે. અને ફાર્મસી ડીપાર્ટમેન્ટ ભારતમાં એક માત્ર છે કે સરકાર અનુદાન કોર્ષ ચાલુ કરે છે. આ કોર્ષ ૬ વર્ષનો છે.
જેમાં ડાયરેકટ ધો.૧ર પછી પ્રવેશ આપવામાં આવે છે અને જો બી.ફાર્મ ડીગ્રી મેળવ્યા બાદ કોઇ વિઘાર્થીને આ કોર્ષ કરવો હોય તો તેને પોસ્ટ
બેકયુલારેટ કહેવામાં આવે છે આ કોર્ષ પછી તેને ફાર્મ-ડી ની ડીગ્રી ઉપલબ્ધ થાય છે.
આ કોર્ષ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે એટલે ફી તો રેગ્યુલર ગ્રાન્ટેડ ડિર્પામેન્ટની અથવા સરકારે જે ધારા ધોરણ નકકી કર્યા છે તે પ્રમાણની ન્યુનત્તમ ફી રાખવામાં આવશે. જેને કારણે જે નબળા વર્ગના વિઘાર્થીઓ છે તેને ખુબ જ ફાયદો થાશે. ફી ખુબજ ઓછી હશે અને તેઓ આ ડીગ્રી પ્રાપ્ત કરી શકશે.
વધુમાં ડો. મીહીર રાવલે જણાવ્યું હતું કે આ કોર્ષ માટે વિઘાર્થીઓ જાગૃત થયા છે. મીડીયા એ ખુબ જ સારો પ્રચાર કરવામાં મમદ કરી છે. તેમાં લગભગ અત્યાર સુધીમાં ચાર થી પાંચ જેટલી ઇન્કવાયરી આવી છે. સરકાર તરફથી પત્ર આવ્યો છે. એટલે હજુ ફાર્મસી કાઉન્સલીંગ ઇન્ડિયાના પણ જાણ કરવી પડશે તેનું ઇન્સ્પેકશન આવશ અને ત્યારબાદ કાયદેસર રીતે ફાર્મ-ડી કોર્ષ ચાલુ થશે. ત્યાં સુધીમાં ઘણા બધા વિઘાર્થીઓ આ કોર્ષ સાથે જોડાશે. અને ખાલી સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના જે ઇચ્છુક વિઘાર્થી છે આ કોર્ષ માટે તે લાભ મેળવી શકશે.
વિઘાર્થીઓ માટે ૧૦૦ ટકા પ્લસમેન્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત હાલ ફાર્મસી ભવનમાં જે કોર્ષ ચાલુ છે તેમાં પણ દર વર્ષે પ્લસમેન્ટ આવે છે.
ઘણી એવી પણ કંપની છે તે ફકત ફાર્મસી ડીપાર્ટમેન્ટના વિઘાર્થી માટે જ પ્લેસમેન્ટ કરે છે. લગભગ છેલ્લા ચાર વર્ષથી ફાર્મસી ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલાઇઝ પ્લેસમેન્ટ ચાલે છે. જેમાં સૌરાષ્ટ્રભરના સાયન્સના અને મેનેજમેન્ટ વિભાગના વિઘાર્થીઓનો સમાવેશ કરીએ છીએ. આ કોર્ષ ૬ વર્ષનો છે એટલે જયારે આ કોર્ષ પુરો થશે ત્યારબાદ આ કોર્ષના પ્લેસમેન્ટ પણ ચાલુ થશે.
અત્યારે મેડીકલ વિભાગ ખુબ જ વિકાસ પામી રહ્યું છે. અને તેના માટેની જાગૃતા પણ વધી રહી છે. વધુમાં ભારત સરકાર પોતે હેલ્થ ફેર સિસ્ટમ સારી રીતે મજબુત બની શકે તેના પર ઘણા બધા પ્રપ્તન કરી રહી છે. ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ પણ દિવસ રાત મહેનત કરી રહ્યં છે. ફાર્મા કંપનીઓનો પણ ખુબ જ વિકાસ થઇ રહ્યો છે.
જેને કારણે નવો કોર્ષનું મહત્વ વધશે ખાસ તો આ કોર્ષ છે એ કલીનીકલ પર આધારીત છે. ફાર્મા આ કોર્ષ કરવાથી ફાર્માસીસ પોતે સક્ષમ બની જશે કે આ પ્રકારની સિસ્ટમને વધુ સારી રીતે ડેવલોપ કરી શકે.
આ કોર્ષ ઇન્ટરનેશનલ લેવલે પણ ડેવલોપ થયેલ છે. વિઘાર્થી પોતાની સ્ટડી પુરી કરી બહારની ક્ધટ્રીમાં જાય ત્યાં પણ પોતે ફાર્મ-ડીનો અભ્યાસ કરે છે અને સારી જગ્યાએ પ્લેસમેન્ટ થાય છે. અમેરીકા અને યુરોપમાં ફાર્માસીસ્ટ ફાર્મ-ડી થાય ત્યારબાદ થર્ડ મેડીકલ પ્રોફેસર તરીકે ગણતરી થાય છે. એટલે આ કોર્ષ વિઘાર્થીને ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી થશે.