આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીના શો રૂમમાં મેન્સ રેડીમેઈટ વેરાયટીથી લઈને વિવિધ પ્રકારના કાપડના વેચાણ શરુ થતા કવોલીટી ફેશનના ચાહક રાજકોટીયનોમાં હર્ષની લાગણી
દુનિયાની જાણીતી ફ્રેબીક અને એપેરેલ કંપની જે હેમ્પસ્ટડના એકસલુઝીવ આઉટલેટ શો રૂમનો આજથી રાજકોટમાં પ્રારંભ થયો છે. શહેરનાં લાખાજીરાજ રોડ પર વર્ષો જૂની પેઢી સિધ્ધાર્થ ટેકસોરીયમ દ્વારા શરુ કરાયેલ આ શો રૂમનું ઉદઘાટન રોટરી કલબ ઓફ બરોડા મેટ્રોના ડીસ્ટ્રીકટ ગર્વનર પીન્કી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે કવોલીટી કપડાના ચાહક એવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.આ શો રૂમમાં જે હેમ્પસ્ટડ કંપનીના શર્ટ, પેન્ટ, બ્લેઝર જેવા મેન્સ રેડીમેઈડ વેરથીલઈને વિવિધક પ્રકારનાં કાપડની વિશાળ રેન્જ વેચાણ માટે મૂકવામાં આવી છે. ભારતભરમાં સૌ પ્રથમ રાજકોટમાં જે. હેમ્પસ્ટડ કંપનીનો આ એકસકલુઝીવ આઉટવેર શરુ થતા કવોલીટી ફેશનના ચાહક રાજકોટના શહેરીજનોને ખરીદીનો એક નવો વિકલ્પ મળ્યો છે. આ તકે, જે. હેમ્પસ્ટડ કંપનીના શો રૂમ સંચાલક જેમીનીભાઈ ઠાકરે અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુંં હતુ કે ૧૯૭૭થી આ લાઈનમાં છુ અને આજે મારૂ ૪૧ મું વર્ષ છે અને મે વર્ષો સુધી વિમલનો શો રૂમ ચલાવ્યો છે પણ અત્યારે સમય મુજબ ઈન્ડીયાનો જે જે.હેમ્પસ્ટડનો પહેલા શો રૂમ રાજકોટમાંક લાવ્યો છું એનું સીટીને પણ ગૌરવ છે. જે. હેમ્પસ્ટડ પ્રીમીયમ રેન્જ કનટરી ઈટાલીયન બ્રાન્ડની ટોપ કલાસ કોટન, લીનેન અને સુપર ફાઈન ફેબ્રુકની ટેસીબોલની રેન્જો રાજકોટમાં રજૂ કરી છે. રેન્જ એટલે જે માણસો શોખીન છે. જે લાકેને પ્રીમીયર પહેરવું છે. પ્રીમીયર સ્ટીચીંગ જોઈએ છે તેના માટે કંપનીએ હબ રાખ્યો છે.અહીયાથી કપડાનું માપ લઈ કંપનીમાં સીવડાવવા જાય છે. અને કંપનીનાક સ્ટ્રીચીંગ મુજબ ત્યાં ડીલેવરી કરીએ છીએ સૌથી સારી સર્વીસ રાજકોટમાં અમે આપીએ છીએ જે ગણતરીમાં લેવી પડે તેવી સર્વીસ અમારા કસ્ટમરને આપીએ છીએ ફેબ્રીકસ પણ છે. અને રેડીમેઈડ સીરીઝ પણ છે. જે લોકો પણ અત્યારે સ્ટેટ અવે રેડીમેઈડ પહેરે છે. એ લોકો માટે રેડીમેઈડ પણ છે. અને કસ્ટમાઈસ ટેઈલીરીંગ જેને પોતાના માટે પરફેકટ, પરફેસન જોઈએ છે.