ચીન બાદ ભારત નોર્થ કોરિયાનું બીજુ સૌથી મોટુ ટ્રેડીંગ પાર્ટનર

મોદીની સરકાર બન્યા બાદ ભારતને અનેક દેશો સાથે મૈત્રી સંબંધો થયા છે. જે ભવિષ્યમાં ફળશે તેવી આશા છે. ત્યારે પ્રથમ ભારતીય મંત્રી ૨૦ વર્ષ બાદ નોર્થ કોરિયાની મુલાકાતે ગયા છે. ભારતીય મંત્રી વી.કે.સિંહ બે દિવસીય પ્રવાસે આજે પ્રયોંગયાંગમાં છે.

જયા આજે મંત્રી વી.કે. સિંહ ઔપચારીક સભામાં હાજરી આપશે. તેમજ નોર્થ કોરિયાના નેતાઓની મુલાકાત લેશે.નોર્થ કોરિયાની પરમાણુ અને મિસાઈલો તૈયાર કરવામાં પાડોશી પાકિસ્તાનના સથવારાને લઈ ભારતને હંમેશાથી ચિંતા રહી છે. ત્યારે કોરિયાના ડીપીઆરકેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે અમે એવી કોઈ પ્રવૃત્તિ નહી થવા દઈએ જે ભારતની સુરક્ષા માટે બાધારૂપબને અમેરિકાનાં સાઉથ કોરિયા સાથેના જોઈન્ટ મિલ્ટ્રીના નિર્ણય બાદ નોર્થ કોરિયાને તણાવ વધ્યો છે.

મિસ્ટર સિંહની મુલાકાતથી ભારતને નોર્થ કોરિયા સાથે ઉદ્યોગલક્ષી કરારો પણ થયા છે. ભારત ચીન બાદ નોર્થ કોરિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ ટ્રેડીંગ પાર્ટનર બન્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.