પંચમહાલ જિલ્લાના ગોધરામાં સરકાર હવે રુપિયા ૧૦૦ કરોડના ખર્ચે દેશનું બીજુ લોટ્સ ટેમ્પલ બનાવશે. આ પુષ્ટિધામ સંકુલમાં ૩ કમલાકાર શિખરો બની રહી છે. જેમાં શ્રધ્ધાણુઓ માટે શ્રીનાથજી બિરાજમાન કરવામાં આવશે તો બીજા બે શિખરો દર્શન હોલ રહેશે. જેનું કામ ૨૦૧૩થી સતત ચાલી રહ્યું છે. જેમાં ૭.૨૫ એકરમાં ૨૦૦ કારીગરો કામ કરી છે. પુષ્ટિધામની વિેશેષતામાં ૬ મંદિરો બનાવવામાં આવશે જેમાં કુલ ૯ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.
આ ઉપરાંત ૩ ફાઉન્ટેન, ૩ તળાવ, ૨ મ્યુઝીયમ, ૧ ઓડિટોરિયમ, ૩ સંત્સગ કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવશે. આ સહિત ગિરીરાજજીનો આર્ટિફિશિયલ પર્વત બનાવવામાં આવશે કહેવાય છે કે ૨૦૧૮માં પુષ્ટિધામનું નિર્માણ પૂર્ણ થઇ જશે, જે એક કમળ આકારમાં રહેશે. ફક્ત હરવા ફરવા સિવાય તેમાં મેડિકલ સેન્ટર, લેબોરેટરી, એજ્યુકેશન સેન્ટર, લાયબે્રેરી, રેસ્ટોરન્ટ, ૧૬ ‚મ, ભોજન કક્ષા, રેઇન હાર્વેસ્ટીંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિગ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.