મૃતકોને 10 લાખ અને ઈજાગ્રસ્તોને 2 લાખ ચુકવવા હાઈકોર્ટે હુકમ કયો

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં ઓરેવા ગ્રુપ દ્વારા વળતરની કુલ રકમનો પ્રથમ હપ્તો ચૂકવાયો

ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાંય લોકોને ગંભીર ઈજાઓ થઈ છે જેમાં પીડિત પરિવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલને મૃતકોના પરિવારજનોને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ વળતર ચૂકવવા ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો હતો.

જે આદેશના પગલે 7.31 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો ઑરેવા ગ્રુપે વળતર પેટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરટીને ચૂકવી આપ્યો છે ને આગામી તારીખ પહેલાં બીજો હપ્તો પણ ચૂકવી દેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.