ડોકટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા પાલિતાણામાં દસ ધોરણ ભણી રાજકોટની ધોળકિયા સ્કુલમાં એડમિશન લીધું: ઝળહળતા રીઝલ્ટ માટે માતા-પિતા અને સ્કુલને શ્રેય આપતા ગૌરવ વડાવીયા: જીતુભાઈ ધોળકિયા સાથે વિદ્યાર્થી-વાલી ‘અબતક’નાં આંગણે
એમબીબીએસ પ્રવેશ પરીક્ષાનાં પરીણામોમાં ૭૨૦ માંથી ૬૮૧ માર્ક સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રથમ, ગુજરાત કક્ષાએ પાંચમો નંબર અને રાષ્ટ્રીય કક્ષાએ ૮૦મો નંબર ધોળકિયા સ્કુલના વડાવિયા ગૌરવે મેળવ્યો છે. અબતકની મુલાકાત દરમિયાન ગૌરવએ જણાવ્યું છે કે, હું જયારે દસમાં ધોરણમાં પાલીતાણા ખાતે ભણતો હતો ત્યારે જ મારા શિક્ષક પિતા અને તલાટી/મંત્રીપદે કાર્ય કરતા મમ્મીએ મને સૌરાષ્ટ્ર-કચ્છની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા ધોળકિયા સ્કુલમાં ભણાવવાનું નકકી કર્યું હતું.
મારા ડોકટર બનવાનાં સ્વપ્નને સાકાર કરવા મારા મમ્મી બે વર્ષ સુધી રાજકોટમાં મારી સાથે રહ્યા. જયારે મારા પપ્પા પાલીતાણા ખાતે એકલા રહ્યા. આ રીતે અમારા સમગ્ર પરિવાર દ્વારા એક પ્રકારે તપશ્ર્ચર્યા કરી. હું ગુજરાત બોર્ડનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી હતો તેથી ગુજરાત બોર્ડનાં પુસ્તકો અને રેફરન્સ બરાબર રીતે કરી શકતો હતો પરંતુ નીટ માટે તૈયારી કેમ કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગુજરાત માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં સ્વીચઓવર કરવાનું માર્ગદર્શન માત્ર અને માત્ર ધોળકિયા સ્કુલ દ્વારા મળ્યું છે.
બે વર્ષ સુધી સતત શાળાનું માર્ગદર્શન, કોટા બેઈઝ એક્ષપર્ટ ટીમ અને જીતુભાઈ તથા કૃષ્ણકાંતભાઈ ધોળકિયા દ્વારા આપવામાં આવતું મોટીવેશન મારા માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. વડાવિયા ગૌરવને ભૌતિક વિજ્ઞાનમાં ૧૮૦ માંથી ૧૭૦, રસાયણ વિજ્ઞાનમાં ૧૮૦ માંથી ૧૭૫ અને જીવ વિજ્ઞાનમાં ૩૬૦ માંથી ૩૩૬ ગુણ મેળવતા આ વિદ્યાર્થીનાં ત્રણે વિષયમાં બેલેન્સ તૈયારી અને બેલેન્સ્ડ રીઝલ્ટ આવ્યું છે. તેનું એકમાત્ર કારણ શાળાનાં ચાર દાયકાનાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ, વિઝનરી નિર્ણયો અને વિદ્યાર્થીની ક્ષમતા તપાસીને તેને અપાતું માર્ગદર્શન છે. ધોળકિયા સ્કુલનાં મોટી સંખ્યાનાં વિદ્યાર્થીઓ એમબીબીએસ માટેની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા કવોલીફાય થયા છે. તેનું એક માત્ર કારણ આ વિદ્યાર્થીઓને તંદુરસ્ત હરીફાઈ માટેનું શ્રેષ્ઠ ગ્રુપ ધોળકિયા સ્કુલમાં મળી રહે છે.
ધોળકિયા સ્કુલ ગુજરાત બોર્ડ, એનસીઈઆરટી પાઠય પુસ્તકો અને કમ્પીટીટીવ લેવલની રેફરન્સ બુકનો યોગ્ય બેલેન્સથી ઉપયોગ કરે છે. જેના કારણે કોઈ એક-બે વિદ્યાર્થીનાં બદલે મોટી સંખ્યાનાં વિદ્યાર્થી ગ્રુપનું ધોળકિયા સ્કુલ શ્રેષ્ઠ પરીણામ આપી રહી છે. આ ઝળહળતી સિદ્ધિ બદલ જીતુભાઈ ધોળકિયા, પ્રિન્સીપાલ વડાવીયા ગૌરવ સાથે તેનાં પિતા બચુભાઈએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.