સોરઠના મતદારોને સાચા અર્થમાં ‘સિંંહ’ બનીને મતદાન કરવા કલેકટરની અપીલ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 12.72 લાખ મતદાતાઓ જિલ્લાના 1346 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ ચૂટણીમાં 11744 જેટલા યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે,જિલ્લાની પાંચ વિધાનસભા મતક્ષેત્રોના 50 % મતદાન મથકનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે એટલે કે સંવેદનશીલ સહિત કુલ-680 મતદાન મથક ઉપરથી લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. જેના દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં આવશે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 12,72,307 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. જેમાં 657647 પૂરુષ, 614660 મહિલા, 14314 દિવ્યાંગ, 20 થર્ડ જેન્ડર સહિત અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂટણીમાં 11744 જેટલા યુવા મતદારો પ્રથમ વખત મતાધિકારનો કરશે.
પત્રકાર પરિષદમાં માહિતી આપતા કલેક્ટર રાજ એ જણાવ્યું હતું કે, ગત ચૂંટણીના મતદાનના આંકડા આપતા જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાનું વર્ષ-2012માં 67 ટકા અને 2017 માં 63 ટકા મતદાન નોંધાયું હતું. જે રાજ્યના સરેરાશ મતદાન કરતા ખૂબ ઓછું હતું. જેથી આ વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તેના આધારે આ વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં 82 ટકા મતદાન નોંધાય તેવો લક્ષ્યાંક નર્ધારીત કરવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજે મતદાન જાગૃતિ માટે આગવો અભિગમ અપનાવ્યો છે. કલેક્ટર રૂચિત રાજે જૂનાગઢ અને ગિરની ઓળખ એવા સિંહને મતદાન જાગૃતિ સાથે સાંકળી ‘જઈંગઇં’ને મોસ્કોટ તરીકે જાહેર કર્યો છે. કલેક્ટરે ‘જઈંગઇં’ની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ‘જઈંગઇં’ એટલે તાશશિયિંમ, શક્ષયિંહહશલયક્ષિ,ં ક્ષયીિફિંહ અને વજ્ઞક્ષયતિં ૂફયિંતિ. આમ, એક આ મોસ્કોટના માધ્યમી વિશિષ્ટ અર્થ મતદાતાઓ આત્મસાત કરશે.
જૂનાગઢ સંત-સાવજની ધરતી છે ત્યારે આ ઓળખને માધ્યમથી મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, દરેક લોકો પોતાના મતાધિકાર ઉપયોગ કરીને લોકશાહીના સાચા અર્થમાં સિંહ બને તેમ કલેક્ટર રચિત રાજે અનુરોધ કરતા જણાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બની રહેશે.
હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર રચિત રાજ કહે છે કે, હેલ્થ મતદાન મથકમાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાની સાથે પોતાનું હેલ્થ ચેકઅપ પણ કરાવી શકશે. આ મતદાન મથક ખાતે આરોગ્ય તપાસણીની સાથે જરૂરી સારવાર પણ મતદાતાઓને ઉપલબ્ધ કરવવામાં આવશે.
જૂનાગઢ જિલ્લો ખાસ કરીને ખેતી- પશુપાલન આધારિત છે, તેને ધ્યાને રાખી એનિમલ હેલ્થ મતદાન મથક ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. એનિમલ હેલ્થ મતદાન મથકમાં મતદાતાઓ મતદાન કરવાની સાથે પોતાના ગાય, ભેંસ, બકરા,વગેરે પાલતુ પ્રાણીઓની પણ આરોગ્ય તપાસણી, રસીકરણ સહિત તમામ સારવાર પશુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.