‘સુરક્ષીત ભારત અને નિર્ભય સમાજ’ની નેમ સાથે
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની પણ ઉપસ્થિતિ રહેશે
સમગ્ર ભારતમાં સીટીવી, સીકયોરીટી સિસ્ટમ અને સર્વેલન્સ હવે હાઈ સોસાયટી સિમ્બોલ ના રહેતા રોજીંદી જ‚રીયાત બની રહ્યું છે. માત્ર સરકારી ઓફીસો કે કોર્પોરેટસ માટે જ આ સુવિધાઓનો ઉપયોગ હવે ભૂતકાળ બની ગયો છે આજે વ્યવસાયની ઉપયોગીતા અને માંગ ફકત બેંકો કે મોટી કંપનીઓ સુધી જ ના રહેતા નાનામાં નાની દુકાનો અને રહેણાંક સોસાયટી સુધી વધી રહ્યા છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રભરનાં સીકયોરીટી સિસ્ટમ અને સર્વેલન્સના વ્યવસાય સાથષ સંકળાયેલા વેપારીઓ એક સાથે મળીને પોતાનો અને સમાજનો વિકાસ થાય એ હેતુથી સૌરાષ્ટ્ર સીકયોરીટી એન્ડ સર્વેલન્સ એસોસીએશનના નેજા હેઠળ આવવાનું નકકી કર્યું છે આજે તા.૧૭ જૂન, શનિવાર ના દિવસે એસો.ની પ્રથમ સાધારણ સભા યોજાશે. આ ઉપક્રમમાં રાજકોટના સીકયુરીટઠી સરર્વેલન્સના કાર્યને હરહંમેશ પ્રોત્સાહિત કરનાર રાજકોટ પોલીસ કમિશ્નર ગેહલોત ગ્રાઉન્ડ રિજન્સી ખાતે વિધિવત જાહેરાત કરી પ્રેરક માર્ગદર્શન પૂરૂપાડશે.
પોતાના વ્યવસાયની સાથે સમાજ અને ગ્રાહકો માટે વધુ સુવિધાપૂર્ણ રીતે પહોચવાના હેતુથી આ એસો. સરકારમાં રજીસ્ટર પણ કરાવવામાં આવ્યું છે. એસો.ના નિયુકત પ્રથમ પ્રમુખ વિલભાઈ મહેતા, ઉપપ્રમુખ જેનિષભાઈ કટારીયા મંત્રી જતિનભાઈ સંઘાણી, ખજાનચી મનીષભાઈ પટેલ અને યતિરાજસિંહ જાડેજા દ્વારા આ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા સૌ વેપારી મિત્રોને એસો. સાથે જોડાવા આહ્યાન કર્યું છે.
સરકારના કાયદાને અનુસાર કામ કરતા બધા જોડાઈ શકે છે. આ ઉપરાંત સીસીટીવી, ફાયર એલાર્મ, ઈનટ્રઝમ એલાર્મ સહિત ઈલેકટ્રોનીક સર્વેલન્સનું કામ કરતા બધા લોકો જોડાઈ શકે છે. તેવું તમામ હોદેદારો એ જણાવ્યું હતુ સાંજે ૮ કલાકે પોલીસ કમિશ્નર ગેહલોત ના હસ્તે એસો. વિધિવત રીતે કાર્યરત થશે. જે કોઈ પણ આ એસો.માં જોડાવા માંગતા હોય તેઓ યતિરાજસિંહ જાડેજા મો. ૯૯૦૯૪૦૦૦૦૫ નો સંપર્ક કરી શકે. તેવું મંત્રી જતીનભાઈ સંઘાણી ની યાદીમાં જણાવવામાં આવેલ છે.