ગુજરાતના ઉભરતા ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદક અને પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના શિષ્ય દિગ્વિજયસિંહ ચૌહાણ રેલાવશે વાંસળીના સૂર
આગામી વર્કશોપના પ્રચાર રૂપે રવિવારના રોજ નિશુલ્ક વાંસળી સેમિનારનું આયોજન
વાંસળી વાદન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સદીઓ જુની કલા સાધના છે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વાંસળી વાદનના યુગથી આજ પર્યન્ત વાંસળી વાદનની કલા દરેક યુગમાં બંધ બેસી મનોરંજન સંસ્કૃતિ અને સાથે સાથે કલા બની રહી છે. આજના મોર્ડન યુગમાં પણ ભલે કોમ્પ્યુટરાઇઝડ મ્યુજિક સિસ્ટમનો આવિષ્કાર થયો હોય તો પણ વાંસળીનું સ્થાન અકબંધ છે.
ગુજરાતના જ જાણીતા ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદક દિગ્વિજયસિંહ ચૌહાણ પ્રથમવાર 7 દિવસીય વાસળી શિક્ષણ કાર્યશાળાનું આયોજન બચપન પ્લે સ્કૂલ, રાષ્ટ્રીયશાળા, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે તારીખ 22 થી 28 મે દરમિયાન સવારે 7-10 અને સાંજે 6-08 ક્લાક દરમિયાન કરી રહ્યા છે.
દિગ્વિજયસિંહ ભુવનેશ્વર, ઓડિશાના વૃંદાવન ગુરુકુલ ખાતે વાસળી સમ્રાટ પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જીના શિષ્ય રહી ચૂક્યા છે . સંગીતની સાથે સાથે તેમના ગુરુના પ્રોત્સાહન પર, દિગ્વિજય ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહ્યા છે. પંડીતજી માને છે કે સંગીત અને શિક્ષણશાસ્ત્ર બંનેને એક બીજા માટે છોડ્યા વિના સાથે લઈ શકાય છે . દિગ્વિજયને વૃંદાવન ગુરુકુલ ભુવનેશ્વર અને તેની રોજિંદી પ્રવૃત્તિઓની દેખરેખ રાખવાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
સામાન્ય રીતે આવા મ્યુઝિક વર્કશોપનું આયોજન 2-3 દિવસ માટે કરવામાં આવે છે જેમાં ક્લાકાર ઝડપથી તેની પ્રતિભા રજૂ કરે છે . પરંતુ દિગ્વિજય પાસે પોતાની પ્રતિભાને ખરા અર્થમાં શીખવવા અને પહોંચાડવાની એક અલગ વ્યૂહરચના છે અને તેથી તેણે 3 અલગ – અલગ ઝોનમાં 7 દિવસ માટે આ વર્કશોપનુ આયોજન કર્યું છે.
કલા અને સંગીતપ્રેમી લોકો 7789033982 પર સંપર્ક https : // forms gle/TdsRD – UEAV5WCTT પર ક્લિક કરીને આ વર્કશોપમાં રજીસ્ટ્રેશન કરાવીને જોડાઈ શકે છે.
આ વર્કશોપના પ્રચાર રૂપે, અધરવેણુ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વાંસળી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે . દિગ્વિજયસિંહ દ્વારા 14 મી મે ના સાંજના 5-7 કલાકે સંતયાન , કાલાવડ રોડ રાજકોટ ખાતે સેમિનાર યોજાશે . રસ ધરાવતા લોકો આ સેમિનારમાં જિગ્નેશ લાઠીગ્રા નો 9427381212 પર સંપર્ક કરીને જોડાઈ શકે છે.
બાસુરી વર્કશોપને દિપક જોષી (નિવૃત્ત પ્રોહિબિશન સુપ્રિટેન્ડ, ગુજરાત સરકાર), મેહુલ પારેખ (આરટીઓ, રાજકોટ) , અનંતભાઈ કોઠારી અને આવા ઘણા કલા અને બાસુરી – પ્રેમી લોકો દ્વારા પણ ટેકો આપવામાં આવી રહ્યો છે.
બાસુરી જેવા સુંદર વાધને માસ્ટર કરવા માટે સખત તાલીમ અને પ્રેક્ટિસની જરૂર છે. દિગ્વજયસિંંહ ચૌહાણ
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા દિગ્વિજયસિંંહ ચૌહાણે જણાવ્યુંં હતુ કે આ તાલીમ વાધના માસ્ટર દ્વારા જ શક્ય બની શકે છે . હું પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જી ના વૃંદાવન ગુરુકુળમાં શિષ્ય તરીકે પસંદ કરવા માટે પૂરતો ભાગ્યશાળી રહ્યો છું . જ્યાં મેં 10 વર્ષ સુધી આ વાધ શિખ્યુ અને દેશભરમાં પ્રદર્શન કર્યું . પરંતુ મને લાગે છે કે હવે મારા વતન – ગુજરાતના લોકોને આ જ્ઞાન પરત કરવાનો સમય આવી ગયો છે. હું ગુજરાતના તમામ કલાપ્રેમી લોકોને તેમના રાજ્યમાં વાંસળી શીખવાની આ તકનો લાભ લેવા અપીલ કરું છું .