નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના પ્રવાસે છે. બંગાળના શાંતિ નિકેતનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હેલીપેડ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું. આ દરમિયાન રસ્તામાં કાદવ જોઇને પીએમએ તેમને ઇશારાથી યોગ્ય રસ્તો ચીંધ્યો. મોદી વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. આ કાર્યક્રમ માટે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ ભારત આવ્યા છે. અહીંયા તેઓ બાંગ્લાદેશ ભવનનું ઉદ્ઘાટન કરશે. તે ભારત-બાંગ્લાદેશના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે, જેને 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મોદી ઝારખંડ જશે અને આશરે 27 હજાર કરોડની પરિયોજનાઓનો પાયો નાખશે.
ગુરૂદેવની ધરતી પર આવવાનું સૌભાગ્ય મળ્યું
મોદીએ દીક્ષાંત સમારોહમાં કહ્યું, “હું શાંતિનિકેતન આવી રહ્યો હતો તો બાળકો ઇશારાથી મને જણાવી રહ્યા હતા કે પીવાનું પાણી પણ નથી. આ માટે ક્ષમા માંગું છું કે વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના ચાન્સેલર હોવા છતાં અહીંયા આવવામાં વિલંબ કર્યો.મને આજે આ સૌભાગ્ય મળ્યું છે કે આટલા આચાર્યોની વચ્ચે સમય વીતાવવાનો મોકો મળ્યો. આ ભૂમિ પર ગુરૂ રવીન્દ્રનાથ ટાગોરના પગલાં પડ્યાં છે. આજે આપણે તેમની પરંપરા નિભાવવા માટે ભેગા થયા છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com