૧૬મીએ દ્વિતિય અને ૨૦મીએ તૃતિય ચકાસણી: ખર્ચના નોડલ ઓફિસર અનિલ રાણાવસીયા દ્વારા ત્રણેય ચકાસણી હાથ ધરાશે
રાજકોટ બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની ચૂંટણી ખર્ચની તપાસણી માટે ત્રણ તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ ચકાસણી આગામી શુક્રવારે કરવામાં આવનાર છે જયારે દ્વિતીય તપાસણી ૧૬મીએ અને તૃતિય તપાસણી ૨૦મીએ કરાશે. આ ત્રણેય તપાસણી ખર્ચના નોડલ ઓફિસર અનિલ રાણાવસીયા દ્વારા કરવામાં આવનાર છે.
રાજકોટ લોકસભા બેઠકમાં ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે આ ઉમેદવારોના ખર્ચના હિસાબ તપાસવા માટે ખર્ચના નોડલ ઓફિસર તરીકે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દ્વારા ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી કરવા માટે ત્રણ તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તા.૧૨, ૧૬ અને ૨૦ના રોજ ક્રમશ: પ્રથમ, દ્વિતીય અને તૃતિય ચકાસણી જિલ્લા પંચાયતના કોન્ફરન્સ રૂમમાં સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી કરવામાં આવનાર છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની યાદીમાં જણાવાયું છે.