ડિગ્રી એન્જીનિયરમાં પ્રવેશ મેળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઈ મેઇન્સ લેવામાં આવે છે. ગતવર્ષથી વર્ષમાં ચાર વખત આ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવવાની હોય પહેલા ચૂંટણી, જેઇઈ મેઇન્સ પરીક્ષા પછી યોજાશે.
આગામી વર્ષ 2022 માટે હવે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ સળંગ ચાર માસ જેઇઈ મેઇન્સ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે નવા વર્ષમાં ફેબ્રુઆરી માસમાં જેઇઈ મેઇન્સ પરીક્ષા લેવાશે અને તે પહેલાં ચૂંટણી યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓ રાહ જોઇને બેઠાં છે કે, નવા વર્ષે જેઇઈ મેઇન્સ પરીક્ષાના રજિસ્ટ્રેશનની કાર્યવાહી ક્યારે હાથ ધરાશે? જો કે આ મુદ્દે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સમગ્ર દેશમાંથી અંદાજે 11 થી 12 લાખ અને રાજ્યમાંથી અંદાજે 60 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.