૧૦,૯૩,૯૯૧ લોકોના લક્ષ્યાંક સામે ૯,૬૬,૯૩૨ લોકોને વેક્સીન આપી કોરોના સામે સુરક્ષિત કરાયાં
કોરોના સામે લડવા માટેનું એકમાત્ર હાથવગુ હથિયાર વેક્સીન છે. છેલ્લાં ૭ માસથી વેક્સીનેશન કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શહેરમાં ૮૮.૩૯ ટકા લોકોને વેક્સીનનું પ્રથમ ડોઝ આપી કોરોના સામે સુરક્ષિત કરી દેવાયા છે. જ્યારે ૫૨,૫૦૯ લોકો બીજો ડોઝ લેવામાં હજી પેન્ડીંગ છે. જેઓને વારંવાર તાકીદ કરવા છતાં વેક્સીન લેવા આવતાં નથી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ મુજબ રાજકોટમાં કુલ ૧૦,૯૩,૯૯૧ લોકોને કોરોના વેક્સીન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની ગઇકાલે સુધીમાં ૯,૬૬,૯૩૨ લોકો એટલે ૮૮.૩૯ ટકા વસ્તીને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યું છે. જ્યારે ૩,૭૫,૩૦૬ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેની ટકાવારી ૩૮.૮૧ જેવી થવા પામી છે. શહેરમાં ૮,૬૮,૨૫૨ લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો છે.
જ્યારે ૪૯,૯૨૬ લોકોને કોવેક્સિન આપવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ લીધા બાદ કોવિશિલ્ડ લેનારા ૪૭,૪૪૯ નાગરિકો બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી. જ્યારે ૫,૦૬૦ લોકો કોવેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આવ્યા નથી.તેઓને વારંવાર ફોન કરીને તાકીદ કરવામાં આવે છે છતાં બીજા ડોઝ લેવા આવતા નથી.