Abtak Media Google News
  • ચલો સ્કૂલ ચલે હમ…
  • નવી શાળા, નવા શિક્ષકો, નવા બાળકો, નવો વર્ગ સાથે પુસ્તકો અને સ્કૂલ બેગ પણ નવી લઇને બાળક શિક્ષણનું પ્રથમ ડગલું માંડતું હોય ત્યારે મા-બાપ સાથે શિક્ષક કે શાળા સંચાલકે પણ દરકાર લેવી પડે
  • આજના યુગમાં અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનનો ક્રેઝ હોવાથી માત્ર સાડા ત્રણ વર્ષનું બાળક નર્સરીમાં એકલું ભણવા જાય છે: નવી શાળા કે બદલાયેલી નવી શાળામાં પ્રારંભે ઘણી સમજ ન હોય તે સ્વભાવિક છે

ઉનાળાનાં વેકેશન બાદ શાળાઓ આજથી શરૂ થઇ છે, ત્યારે હજારો બાળકો એવા હશે જે નવા એડમિશન સાથે પ્રથમ પગલું માંડ્યું હશે. દરેક બાળકનાં જીવનમાં શાળાનો પ્રથમ દિવસ અતિ મહત્વનો હોય છે. ‘ચલો…સ્કૂલ ચલે હમ’ની તૈયારીઓ તો વેકેશનમાં જ થઇ ગઇ હોય છે. નવા પુસ્તકો, સ્કૂલ બેગ સાથે નવા ડ્રેસમાં સજ્જ થઇને ટબુકડા બાળમિત્રો જ્ઞાન મંદિરમાં આનંદ સાથે પ્રવેશતા હોય છે. ઘરથી કે મમ્મી-પપ્પા કે પરિવારથી દૂર નહીં રહેનાર બાળક અજાણ્યા લોકો વચ્ચે સાડા ચાર રહે ત્યારે તે ઘણીવાર રડવા લાગે છે. આજના યુગમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને કારણે પ્રિસ્કૂલમાં નર્સરી, લોઅર કેજી કે હાયર કેજી જેવા માળખામાં માત્ર સાડા ત્રણ વર્ષથી સ્કૂલે જવાનું શરૂ કરે છે, ત્યારે મા-બાપ સાથે શાળા સંચાલકો અને શિક્ષકોની પણ તેની તકેદારી રાખવાની જવાબદારી હોય છે. પ્રારંભની બાળ શિક્ષણ સંભાળ માટે બાળ મનોવિજ્ઞાનની સમજ હોવી અતિ જરૂરી છે.

પહેલા તો પાંચ વર્ષ પૂર્ણ થયે ધો.1માં બેસાડતા હતા પણ હવે યુગ બદલાતા પ્રિ-સ્કૂલ થતાં જ ત્રણ વર્ષથી તેની જ્ઞાનયાત્રા શરૂ થઇ જાય છે. જે શાળામાં બાળકને આવવું-બેસવું કે રમવું ગમે તે શાળામાં જ તેને ભણવું ગમે છે. નવો પ્રવેશ મેળવ્યો હોય કે ઘર કે શહેર બદલતા નવી નિશાળનો પ્રારંભનો દિવસ બાળકને ઘણું શીખવી જાય છે. હવે શાળામાં પ્રવેશોત્સવ પણ થાય છે. જેમાં બાળકોને કુમકુમ તીલક કરીને ઢોલ-નગારા-શરણાઇના સૂરે શાળા પ્રવેશ કરાવાય છે. ઘણા શિક્ષકો પ્રથમ દિવસે બાળકોનો પરિચય કરાવીને બાળગીતો, ચિત્રો, વાર્તા સાથે તેને ગમતી પ્રવૃત્તિ કરાવીને તેને ગમતું વાતાવરણ નિર્માણ કરે છે, જે ખૂબ જ સારી બાબત છે. અન્ય વર્ગોમાં નવા આવેલા બાળકનું સ્વાગત કરીને પ્રારંભે પ્રાર્થનામાં પણ તેનું સ્વાગત કરાય છે.

પ્રથમ દિવસે બાળક થોડું મુંઝાયેલું હોય ત્યારે શિક્ષકે સંભાળવું પડે છે. શાળાની સિસ્ટમ ખબર ન હોય, રિસેષમાં નાસ્તો ક્યા કરવો જેવી ઘણી બાબતો તે બીજા વિદ્યાર્થીને જોઇને કરતો હોવાથી અમુક દિવસોમાં ઘડાઇ જાય છે. શાળાએ તેડવા/મુકવા મા-બાપ જાય કે સ્કૂલવાન આવતી હોય છે. શાળા છૂટ્યા બાદ બાળક તેને શોધીને ઘરે આવે ત્યારે મા-બાપને નિરાંત થાય છે. આજના ગુલાબ જેવી પ્રથા શાળામાં શરૂ થતાં નવા બાળકોને ભવ્ય સ્વાગત કરવાથી તેનામાં હિંમત આવી જાય છે. તેના વર્ગના અન્ય બાળક સાથે વાતચિત કરીને મિત્રતા બાંધવાનો પ્રયાસ પણ કરે છે. પોતાના સ્કૂલ બેગની વસ્તુંઓની સાચવણી સાથે થોડી ચિવટ રાખવાની સમજ પણ તેને આવતી જાય છે. કોઇપણ વ્યક્તિ જ્યારે અજાણી જગ્યાએ જાય તો તેને પણ મુશ્કેલી પડતી હોય તો આ તો નાનકડું બાળક છે, તેને તો પડે જ ને આ વાત શિક્ષકે સમજવાની જરૂર છે. આવા સમય દરમ્યાન શાળામાં સ્પેશિયલ કાઉન્સીલર રાખવા જોઇએ.

બાલમંદિર કે બાલવાટિકાની પ્રિ-સ્કૂલમાં પ્રિ-પીટીસી કરેલ સ્ટાફ જ ભણાવવો જોઇએ. બાળકની શાળા શરૂ થવી તે એક મુશ્કેલ ભર્યો સમય હોય છે, બાળકને નવા મિત્રો શોધવા સાથે શાળાના બિલ્ડીંગને સમજવામાં પણ એકાદ વીકનો સમય લાગે છે. દરેક શાળાએ નવા બાળકો માટે ‘શાળા તત્પરતા’નો કાર્યક્રમ શરૂ થયાના દશ દિવસ સુધી યોજવો જોઇએ. દરેક મા-બાપે બાળકને માર્ગદર્શન આપવું, સિસ્ટમ સમજાવવી અને ત્રણ-ચાર દિવસ તેડવા/મુકવા અચૂક જવું જોઇએ. તમારા બાળકને સ્કૂલની સારી-નરસી વાત વિશે પૂછોને તેના શિક્ષકને તમે રૂબરૂ મળો. દરેક મા-બાપે આવી ઘણી બધી વાતો ધ્યાન રાખવી પડશે. તમારા સંતાનને શાળાના પ્રથમ દિવસે સમજાવો અને નર્વસનેશને દૂર કરો.

શાળાનાં પ્રથમ દિવસે બાળકમાં આત્મ વિશ્ર્વાસ જગાવવો ખૂબ જ જરૂરી છે. ઘરે એકલું રહેતું બાળક ક્યારેક આવા નવા વાતાવરણમાં ડરવા લાગે છે. આજે તો મોબાઇલ હોવાથી શાળા જ તમારો કોન્ટેક કરી લે છે, છતાં બાળકને પણ એક નોટમાં સરનામું અને મોબાઇલ નંબર લખી આપવા હિતાવહ છે. શાળા છૂટતી વખતે બાળક તેડવા-મૂકવા કે સ્કૂલ વાન ન આવે ત્યાં સુધી બહાર ન નીકળે તેવી વાત જણાવો. તમારા પાડોશીના બાળકો સાથે ચાલતાં કે બસમાં જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ તો બાળકને રાહત રહે છે. શાળાના પ્રથમ દિવસથી જ બાળકને ટોકટોક કે ભણાવ્યા ન કરવું. કારણ કે આ દિવસોમાં તેને રમતાં-રમતાં ભણવું વધારે ગામે છે. આપણી સંસ્કૃત્તિમાં શાળા પ્રવેશે, ‘જ્ઞાન સંસ્કાર યજ્ઞ’ પણ કરે છે, તો ઘણા વાલીઓ ચાંદલો કરી સાકર પડો. નારિયેળ સાથે બાળકને શાળા પ્રવેશ કરાવે છે. દરેકના જીવનમાં શાળાનો પ્રથમ દિવસ યાદગાર જ હોય છે, એ મિત્રો સાથેની ધીંગામસ્તી સાથે શિક્ષકોનો મેથીપાક જીવનભર યાદ રહે છે. જુની શાળાનાં દિવસો સોના જેવા શુધ્ધ હતા. નવા બદલાતા યુગમાં ભૌતિક સુવિધાથી સજ્જ શાળાનો પ્રથમ દિવસ જીવનના તમામ તબક્કે થતાં અનુભવનો એક યાદગાર દિવસ હોય છે. બાળક રમતા-રમતા ક્યારે મોટું થઇને શાળાએ જવા લાગ્યું તેની ખબર જ નથી રહેતી, તેથી તેને પ્રારંભથી જ જતન કરવું. અનુભવો પુરા પાડવાની જવાબદારી મા-બાપની આટલો મહત્વનો પ્રથમ દિવસ હોવા છતાં આ બાબતે શાળાઓ ક્યારેય આયોજન કરતી નથી કે તેને આ બાબતે ધ્યાન જ જતું નથી જે દુ:ખદ બાબત છે.

બાળકનો પ્રથમ શાળા અનુભવ: સબ કુછ લાગે નયા નયા !

સરકારી શાળા હોય કે ખાનગી શાળા, બાળક માટે શાળાનો નવા પ્રવેશનો પ્રથમ દિવસ ઘણા અનુભવો શીખવી જાય છે. ઘરના વાતાવરણમાંથી પ્રથમવાર જ્ઞાન મંદિરના પગથીયા ચડનાર ટબુકડા બાળકોને બધુ જ નવું નવું લાગે છે. આજના 21મી સદીના યુગમાં જૂના જમાના કરતાં મુશ્કેલી ઓછી પડે કારણ કે આઇકાર્ડ, સ્કૂલની સિસ્ટમ સાથે સિક્યુરિટી, દરેક વર્ગની જે તે શિક્ષકની જવાબદારી વિગેરે હોવા ઉપરાંત બાળકને તેડવા-મૂકવા સ્કૂલવાન, આવતી હોવાથી મુશ્કેલી રહેતી નથી, પણ આજના યુગમાં પણ તમામ ભૌતિક સુવિધા વચ્ચે શાળાનો પ્રથમ દિવસે બાળક નર્વસતો હોય જ છે. મા-બાપને ન ગમતી શાળા બાળકને ગમતી હોય. કારણ કે તેને ત્યાં ભણવાની મઝા આવતી હોય છે. ઘણીવાર બાળકોને આ દિવસોમાં ઘણા માર્ગદર્શનની જરૂર હોય છે, પણ જો તેને ન મળે તો બાળક પર વિપરિત અસર પડે છે. દરેક વાલી આ બાબતે તકેદારી રાખીને પોતાના સંતાનોનું ધ્યાન રાખજો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.