આપણા ગુજરાતીઓ માં કહેવત છે પહેલો સગો પાડોશી મતલબ કે જો પાડોશી સાથે સંબંધ સારા હોય તો તમારી તકલીફમાં સગાનો સાથ મળે તે પહેલા પાડોશીનો સાથ મળી જાય. આમ તો ભારતની પાડોશી દેશો સાથેની સંબંધોની પરંપરા ઉદાહરણીય રહી છે. સંબંધોની ઉપરાંત વ્યવસાયિક એમ બન્ને દ્રશ્ટિએ. દક્ષિણમાં તો આપણે શ્રીલંકા સાથે જ મુખ્યત્વે સંબમધો સાચવવાના છે. પરંતુ ઉત્તર, પૂર્વ તથા પશ્ચિમમાં ભારત પડોશીઓનું મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં પાકિસ્તાનને બાદ કરતા મોટા ભાગના દેશો સાથે આપણા સુમેળ ભર્યા સંબંધો હતા. વ્યવસાયિક દ્રશ્ટિએ ભારત ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ તથા ભુતાન એમ છ દેશો સાથે ભારતનાં વર્ષે દહાડે આશરે ૧૨ અબજ ડોલરનાં કારોબાર હોય છે. જે ભારતનાં કુલ ૭૬૯ અબજ ડોલરનાં વૈશ્વિક વેપારનો આશરે ૧.૫૬ ટકા જેટલો હિસ્સો ગણી શકાય.  પરંતુ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાન ઉપરાંત ચીન તથા નેપાળ સાથે પણ સીમા વિવાદના કારણે ભારતને અણબનાવ છૈ.  અહીં મુદ્દો એ છે કે લાખ સમાધાન કરવા છતાં જ્યારે પાડોશી અવળચંડાઇ કરે ત્યારે શું કરવું?

છેલ્લા એક દાયકામાં ભારતમાં ચાઇનીઝ કંપનીઓનું વિદેશી રોકાણ વધીને ૨૦૧૧ ના વર્ષનું ૦.૩ અબજ ડોલર થી વધીને આજે ૪.૧૪ અબજ ડોલરનું થયું છે. જો આ કંપનીઓ મુડી પાછી ખેંચે તો ભારતીય રોજગારને અસર થાય. વૈશ્વિક બજારમાં આજે અમેરિકા અને ચીન ભારતનાં ટોચના ટ્રેડિંગ પાર્ટનર છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ભારતની કુલ નિકાસમાં ચીનનો હિસ્સો પાંચ ટકા જ્યારે ચીનથી થયેલી આયાત ભારતની કુલ આયાતના ૧૪ ટકા જેટલી હતી.આ ખાધ ઘટાડવા અગાઉ ઘણી વાર બન્ને દેશોનાં પ્રતિનિધી મંડળોની બેઠકમાં ચર્ચા થઇ છે પરંતુ ચીને નક્કર નિર્ણય કર્યા નથી. તેથી હવે ભારતને ઇકોનોમીનાં લાભાર્થે પણ ચીનથી આયાત ઘટાડવી પડે તેમ છે. ખાસ કરીને ભારતીયો  કેમિકલ, ટેલિકોમ આઇટેમો, કાગળ, રબ્બર, કાચ, ફર્નિચર, પ્લાસ્ટિકનાં રમકડાં, ડેકોરેશન તથા કોસ્મેટિક જેવી વસ્તુઓની આયાત બંધ કરે તો પણ સરહદે યુધ્ધ લડ્યા વિના ચીનને હરાવવામાં મોટું યોગદાન આપીને દેશભક્તિ દેખાડી શકશે. યાદ રહે કે જો ભારતીયો ૨૫ ટકા જેટલી પણ આયાત ઘટાડશે તો ચાઇનીઝ કંપનીઓને એટલા ઓછા ઓર્ડર મળશે. તેથી તેમની નંગ દિઠ પ્રોડક્શન કોસ્ટ વધશૈ તેથી તેમનો નફો ઘટશે અને સરવાળે તેમને બજારમાં મોંઘો માલ વેચવો પડશૈ. જેના કારણે વૈશ્વિક બજારમાં ચીનને ટકી રહેવું મુશ્કેલ થશે. અંતે ચીનનો વિકાસ અને ૠઉઙ ઘટશે

ઇકોનોમી અને નોલેજની દ્રશ્ટિઐ જોઇએ તો આ વિસ્તારોમાં આવેલા ગુંજી, કુટ્ટી તથા નબી ગામડાંની કુલ મળીને વસ્તી ૩૦૦૦ ની છે પરંતુ આ વિસ્તારમાંથી છેલ્લા બે દાયકામાં ડઝનબંધ ઈંઅજ અને ઈંઙજ તથા અન્ય ઉચ્ચ સરકારી  ઓફિસરો તૈયાર થયા છે. ગુંજી ગામમાં તો દૈનિક ધોરણે

નેપાળ સાથેના સીમા વિવાદ અને વ્યવસાયિક સંબંધો

ભૌગોલિક રીતે નેપાળ ભારતથી ત્રણ દિશામાં ઘેરાયેલું નાનું રાષ્ટ્ર હોવાથી સામાન્ય રીતે તે ભારતનો વિરોધ કરતું નથી. બન્ને દેશો વચ્ચે વ્યવસાયિક સંબંધો પણ સારા છે. પાકિસ્તાન તથા બાંગ્લાદેશ કરતા વધારે વેપાર નેપાળ સાથે હોય છૈ. પરંતુ હાલમાં નેપાળ સરકારે કાલાપાની, લિપિયાધુરા તથા લિપૂલેખ જેવા સરહદીય ગામડાંને પોતાના નકશામાં સમાવીને વિવાદ જગાવ્યો છે. હકિકતમાં આ ૪૦૦ કિલોમીટરનો વિસ્તાર ઉત્તરાખંડનાં જિલ્લાનો ગણાય છે. ભારતે હાલમાં જ કૈલાસ માનસરોવરની યાત્રા માટે તથા ચીનની સરહદને જોડવા માટે અહીં રોડ બનાવતા ચીનના પેટમાં તેલ રેડાયું છે.

ચીન સાથેના વ્યવસાયિક સંબંધો કસોટીની એરણે ચડ્યા

બે વર્ષ પહેલા દોકલામમાં થયેલી ગતિવિધીઓના કારણે ભારતના ચીન સાથેના સંબંધો નાજુક થયા ત્યારબાદ ગત સપ્તાહે ગલવાન વેલીમાં દોકા લા ખાતે ચીને રોડ બનાવવાનું શરૂ કરતા ભારતે તેનો વિરોધ કર્યો હતો. હવે ચીને ગલવાન વેલી ચીનનો હિસ્સો હોવાનો દાવો કર્યો છે. આમેય તે કોવિડ-૧૯ ના ફેલાવામાં ચીનની ભૂમિકાને લીધે ભારતમાં ચાઇનીઝ ઉત્પાદનો સામે વિરોધ તો  હતો જ તેમાં આ નવો વિવાદ આવતા ચીન સાથેના વ્યવસાયિક સંબંધો કસોટીની એરણે ચડ્યા છે. અત્યાર સુધી સંબંધોના કારણે ભારત સમાધાન કરતું હતું. પરંતુ હવે મામલો હદ ઓળંગી રહ્યો હોવાથી આ વખતે સરકારે પહેલ કરીને રેલ્વેનો ચાઇનીઝ કંપનીને આપેલો સિગ્નલનો ૫૦૦ કરોડ રૂપિયાનો સોદો ફોક કર્યો છે. ટેલિકોમ મંત્રાલયે ચાઇનીઝ વસ્તુ નહીં વાપરવાના આદેશ ઇજગક ને આપ્યા છે. ખાનગી ટેલિકોમ ઓપરેટરોને પણ આ અંગેની સુચનાઓ અપાઇ રહી છે. જેમાં ઉપકરણો ઉપરાંત નેટવર્ક સેવાનો પણ સમાવેશ કરાયો છૈ. સરકારી સર્વિસ પ્રોવાઇડરોને જુના ટેન્ડરો રદ્દ કરવા અને નવા ટેન્ડરોમાં ચીનની કંપનીઓ ભાગ ન લઇ શકે તેવી જોગવાઇ કરવા સુચના અપાઇછે. વ્યાપારી સંગઠનોએ ૪૫૦ જેટલી ચાઇનીઝ પ્રોડક્ટસની યાદી તૈયાર કરીને તેના વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે જેનાથી એક લાખ કરોડની ચાઇનીઝ આયાત બંધ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.