અરડોઇ ગામે પ્રૌઢની હત્યાના ગુનામાં સાત શખ્સોનો છુટકારો
ગોંડલની અદાલતે સાડા ત્રણ વર્ષ પહેલાના બનાવમાં આપ્યો ઐતિહાસિક ચુકાદો
સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામે ગાડા માર્ગના પ્રશ્ર્ને સાડાત્રણ વર્ષ પહેલા ખેડુતની હત્યા નિપજાવાના ગુનાની સુનાવણી ચાલી ગયા બાદ લોકડાઉનમાં માત્ર અરજન્ટ કાર્યવાહી ચાલતી હોય પરંતુ હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ વીડીયો કોન્ફરન્સથી રાજયનો પ્રથમ ગોંડલની અદાલતે ચુકાદો સંભળાવી સાત શખ્સોને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના અરડોઇ ગામે રહેતા રતુભાઇ જેશીંગભાઇ પરમાર નામના ખેડુતની ગત તા. ૨-૧૦-૧૬ ના રોજ કુહાડી, પાઇપ અને લાકડી વડે ગાર્ડ માર્ગના પ્રશ્ર્ને શેઢા પાડોશીઓ મુકેશ બાબુ ઠેસીયા, નિતેશ બાબુ ઠેસીયા, ગુણવંત બાબુ ઠેસીયા, બચુ જાદવ ઠેસીયા, ભરત વલ્લભ ઠેસીયા, મહેશ વલ્લભ ઠેસીયા અને રમેશ બાબુ ઠેસીયાએ માર મારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતક રતુભાઇ પરમારના પુત્ર ઘનશ્યામ પરમારે કોટડાસાંગાણી પોલીસ મથકમાં સાત શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમીક પુછપરી તપાસ પૂર્ણ થતા તમામને જેલ હલાવે કર્યા છે.
કેસની ચાર્જશીટ થતા ગોંડલ કોર્ટમાં કેસ કમીટ થતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બન્ને પક્ષોની રજુઆત બાદ મુળ ફરીયાદીના એડવોકેટ અને સરકાર પક્ષે ર૬ સાહેદો તપાસેલા અને ૩ર દસ્તાવેજો રજુ કરેલા, પી.એસ. રિપોર્ટ મળતું નથી. જયારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરાયેલી લેખીત મૌખિક દલીલ અને નજરે જોનાર અને ફરીયાદીએ બનાવને સમર્થન આપેલું નથી. તેમજ સાહેદોએ ઓળખ પરેડમાં આરોપીઓને ઓળખ બતાવેલ નથી તેવી દલીલ કરી હતી.
લોકડાઉનથી અદાલતમાં માત્ર અરજન્ટ કાર્યવાહી ચાલુ હોય અને હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ રાજયમાં પ્રથમ ગોંડલની અદાલતમાં વિડીયો કોફરન્સથી ન્યાયધીશ એચ.પી.મહેતા એ સાત આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે સુરેશ ફળદુ, ડી.પી. ભટ્ટ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા અને ગોડલના પરેશ રાવલ અને ગીરીશ ધાબલીયા રોકાયા છે.