મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિખર સંમેલનમાં એવોર્ડ એનાયત
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષર્વધ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયન મંત્રી અશ્ર્વીની ચૌબેની ઉ૫સ્થિતિમાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિખર સંમેલન યોજાયું હતુંં. જેમાં સંઘે પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં સ્વાસ્થ્ય સચીવ ડો. એમ. મુથમ્મા અને સ્વાસ્થ્ય નિર્દેશક ડો. વી.કે. દાસના નેતૃત્વમાં દાદરાનગર હવેલીના માળખા અંતર્ગત પ્રથમ શ્રેણીનો પુરસ્કાર અપાયો હતો. તેમજ આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટરને પણ પુરસ્કાર એનાયત કરાયો હતો. તેમજ સ્વાસ્થ્ય વિભાગે હેલ્થ મિશન માટે આપવામાં આવેલ ટારગેટને પુરો કર્યો હતો. બદલ પણ એક પુરસ્કાર અપાયો હતો. આ સંમેલનમાં બન્ને સંઘ પ્રદેશોને શ્રમ યોગી સ્વાસ્થય સેવા પર પોસ્ટર પ્રસ્તુત કરવા માટે પ્રથમ પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રશાસક પ્રફુલ પટેલની આગેવાનીમાં તેમજ ડો. એ. મુથમ્માના માર્ગદર્શનમાં બન્ને સંઘ પ્રદેશોમાં વિભાગની સેવા સારી રીતે આપવામાં આવે છે. આ પુરસ્કારો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના પ્રાંજલ હમરિકા, ડો. વૈભવ મહેતા, રાજય કાર્યક્રમ અધિકારી તેમજ બન્ને સંઘ પ્રદેશોએ આ પુરસ્કારો એનાયત કર્યા હતા.