- HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ
- અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ
- તંત્ર થયું દોડતું
HMVP વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન
ગુજરાતમાં સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો 2 મહિનાના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ કર્ણાકટમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.
HMPV વાયરસને લઇને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘ગભરાવાની જરૂર નથી, આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે. ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતા માઇલ્ડ આ વાયરસના લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું’.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ‘અમે અમારી લેબમાં તેનું પરિક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઇ કારણ જણાતું નથી.
HMPV in Ahmedabad: એચએમપીવી વાઇરસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPV વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ આ 2 મહિનાની બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ વાઈરસના લક્ષણો શું છે
આ વાઈરસને હ્યુમન હ્યુમન મેટાન્યૂમો વાઈરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
HMPV થી કોને અને કેટલી હદ સુધી અસર થાય છે
HMPV વાયરલ મુખ્યત્વે બાળકોને અસર કરે છે. જોકે તેની અસર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધો પર પણ નોંધવામાં આવી છે. આ વાયરસના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફની ફરિયાદ થઈ શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, ગળા અને શ્વસન માર્ગમાં અવરોધને કારણે લોકોના મોંમાંથી સીટીનો અવાજ પણ સંભળાય છે. કેટલાક વધુ ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ લોકોને ફેફસામાં ઓક્સિજન વહન કરતી નળીઓની બળતરા અને ન્યુમોનિયાથી પીડાય છે. આ કારણે ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
શું કરવું જોઈએ
- જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતરરાખવું
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પુરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું જોઈએ
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો
- ચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિયત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.