સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડિસ્ટ્રીઝ તથા પીડીયુના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહાનાટ્યને જબ્બર પ્રતિસાદ: એસકેસીસીઆઈની કામગીરીને બિરદાવતા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ બાદ વિશ્વભરમાં સરદાર પટેલના નામ અને કામની આગવી ઓળખ નિર્માણ પાણી છે. છતાંય આ મહામાનવના જીવન-કવનના ઘણા પાસ એવા છે કે જે બાબતે નવી પેઢી આજે પણ અજાણ છે. આવુ જ એક પાસું એટલે બારડોલી સત્યાગ્રહ કે જેના દ્વારા સરદારને ખરા અર્થમાં સરદારનું બિરુદ મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવ્યું આ વાત લોકો સમક્ષ ઉજાગર કરતો અનોખો પ્રયાસ તાજેતરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાઈ ગયો.
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ પી.ડી.યુ. કોલેજના સંયુક્ત ઉપક્રમે રંગબહાર સંસ્થા દ્વારા નિર્માણ મહાનાટય “સરદાર થી વિશ્વ સરદાર બારડોલી સત્યાગ્રહનો સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રયોગ રાજકોટમાં મેડિકલ હોલમાં યોજવામાં આવ્યો.
રાજકોટના ૪૫ જેટલા કલાકારોના કાફલા સાથે પ્રસ્તુત થયેલા આ નાટકના લેખક, નિર્દેશક રાજેન્દ્ર ભગત છે. પ્રથમ પ્રયોગનું મંચન કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયું હતું.
આશરે ૯૦ મિનિટના આ નાટ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહને નાટ્યના મુખ્ય કલાકારો અરવિંદ રાવલ, હેતલ રાવલ, કૌશિક રાવલ, પ્રદીપ નિર્મળ, કૈરવ ભાર્ગવ, વૈશાલી મારુ સિદ્ધિ ઠક્કર, કાજલ જોષી, પરેશ વિરાણી, હર્ષિત ઢેબર, ગૌતમ દવે વગેરે કલાકારોએ આબેહૂબ દ્રશ્યો રજુ કર્યા હતા.
આ અનોખા અવસરે ઉપસ્થિત કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે ટૂંકા ગાળામાં જ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આગવું સ્થાન બનાવી લીધું છે. સંસ્થાના પ્રમુખ નલીનભાઇ ઝવેરીની આગવી સૂઝ અને નાનામા નાના કાર્ય કે માનવી માટે સતત દોડતા રહેવાની તેમની જાગૃતતાના કારણે થોડા સમયમાં જ સંસ્થાનો વ્યાપ સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલાઈ રહ્યો છે.
સંસ્થાના મોભી નલીનભાઇ ઝવેરીએ પ્રાસંગીક ઉદ્દબોધમાં સંસ્થાની કામગીરીની ઝલક આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખરા અર્થમાં તમામ ક્ષેત્રોના વ્યાપારીઓ – ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોનું સંગઠન છે આ તમામ ક્ષેત્રોને લગતા લોકોના પ્રયત્નો જેવા કે સરકાર અને સંસ્થા વચ્ચે સેતુરૂપ બનવું, રેલ્વે, એરપોર્ટ, રસ્તાઓને લગતા પશ્નોને રજુઆત હોય કે પછી સરકારના કોઈ નિયમો કે નિર્ણયોના કારણે વ્યાપારીઓ – ઉદ્યોગપતિઓને કોઈ અવઢવ હોય સંસ્થા કાયમ તેમની પડખે ઉભી રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે જ.
ઉલ્લેખનીય છે કે “સરદાર થી વિશ્વ સરદાર નાટકનો પ્રથમ પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ ખાતે પ્રથમવાર આ નાટક યોજવાનો શ્રેય સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પાયોનિયર નલીનભાઇ ઝવેરીના ફાળે જાય છે.
આ કાર્યક્ર્મમાં સ્વાગત પ્રવચન સી.એ. ફેનિલ મેહતાએ કર્યું હતું અને આભારવિધિ ડો. ભાવેશ સચદે કરી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નલિન ઝવેરી, સંજયભાઈ લાઠીયા, ગીરીશભાઈ ઠોસાણી, જીતેનભાઈ ઘેટીયા, પ્રવીણભાઈ જસાણી, ફેનિલ મેહતા, જીતેનભાઈ રવાણી, મૌતિકભાઈ ત્રિવેદી, યશભાઈ રાઠોડ, સ્મિતભાઈ કનેરીયા, સંજયભાઈ કનેરીયા, હસુભાઈ કોટેચા, વસુભાઈ લુંધ, પ્રકાશભાઈ ઠક્કર, રિતેશભાઈ પાલા, લક્ષમણભાઇ સાકરીયા, ડો. ભાવેશ સચદે, બિપીનભાઈ ખોખાણી, જીતુભાઇ પરમાર, મેહુલભાઈ મેહતા, મિલિન્દભાઈ ગગલાણી, હરેશભાઇ સોનપાલ, મહેશભાઈ સોનપાલ, આશિષભાઇ પટેલ, વિનુભાઈ વેકરીયા, રાજેશભાઈ રાણપરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રાજેશભાઈ કુકડીયા, કમલેશભાઈ આંબલીયા, જયસુખભાઇ આડેસરા, સુરેશભાઈ હિરાણી, અસ્વિનભાઈ લોઢીયા, અસ્વિનભાઈ સખીયા, રોનક્ભાઈ નસીત, સંજયભાઈ મહેતા, હાજર રહ્યા હતા.