ફૂલ્લી એસેમ્બ્લ્ડ મધરબોર્ડની સાથે આવનારું આ પ્રથમ પર્સનલ કમ્પ્યૂટર
એપલનું પ્રથમ કમ્પ્યૂટર (Apple1) 37100 પાઉન્ડ (3.2 કરોડ)ની કિંમતે વેચાયું છે. એક ફેને તેને હરાજીમાં ખરીદયું હતું. આ કમ્પ્યુટરની હરાજી લંડનના ક્રિસ્ટી ઓક્શન હાઉસમાં યોજાયી હતી. એપલ-1 જ્યારે 1976માં લોન્ચ થયું હતું ત્યારે તેની કિંમત 525 પાઉન્ડ (આશરે 46,500 રૂપિયા) હતી. જે આજના 3600 પાઉન્ડ જેટલી છે.
એપલનું આ કમ્પ્યૂટર સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે. તેમાં MOS ટેક્નોલાજી, 6502 માઇક્રોપ્રોસેસર અને 8KBની રેમ છે. એપલ -1 કમ્પ્યૂટર 43 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું. ફૂલ્લી એસેમ્બ્લ્ડ મધરબોર્ડની સાથે આવનારું આ પ્રથમ પર્સનલ કમ્પ્યૂટર હતું. ત્યારે આશરે 2000 આવાં કમ્પ્યૂટર્સ બન્યાં હતાં. તેમાંથી 80 અત્યારે બચ્યાં છે. આ કમ્પ્યુટર પ્રોગ્રામ ડેવલપ કરવાથી લઇને ગેમ રમવા માટે ખૂબ જ પાવરફૂલ સિસ્ટમ તરીકે માનવામાં આવે છે.
આ કમ્પ્યૂટર કોઇ પણ કેસિંગ, કીબોર્ડ કે મોનિટર વિનાની કિટના રૂપમાં આવ્યું હતું. ઉપરાંત તેમાં સ્ટીવ જોબ્સે લખેલો એક આર્ટિકલ અને એપલની ઓરિજિનલ લોગો સ્લાઇડ પણ છે.