સવારે ક્ધવીનરો દ્વારા ઘ્વજારોહણ, માર્ગદર્શન સેમિનાર, મહાયજ્ઞ: બપોરે લોકડાયરો સહિતના ધાર્મિક કાર્યકમો, તડામાર તૈયારીનો ધમધમાટ: માં ખોડલને એક વર્ષમાં ર૫૦ ઘ્વજા અને ૧૦૦ થી વધુ વાધા અર્પણ કરતા ભકતો

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદીર દર્શન માટે ખુલ્લુ મુકાયાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા રુપે મહોત્સવને એક વર્ષ પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ર૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ફરી ર૧મી જાન્યુઆરીએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.ર૧ને રવિવારે ઘ્વજારોહણ, ક્ધવીનરોનો માર્ગદર્શન સેમીનાર મહાયજ્ઞ તથા બપોરે માતાજીને મહાથાળ અને સાંજે મહાઆરતી રાખવામાં આવી છે. સાથે સાથે બપોરે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૯ કલાકે ક્ધવીનરો દ્વારા ઘ્વજારોહણ કરાશે. આ ઉપરાંત આ દિવસે અન્ય ત્રણ ઘ્વજા ભકતો દ્વારા ચડાવવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ક્ધવીનરો માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે માતાજીને અવનવી વાનગીઓથી મહાથાળનો પ્રસાદ ધરવામાં આવશે. બપોરે ૧ વાગ્યેથી ખોડલધામમાં ભવ્ય લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં યોગીતા પટેલ, બ્રિજરાજદાન ગઢવી, કિરણ પટેલ, સુખદેવ ધામેલીયા તથા એ ભાઇ…. મનસુખભાઇ ખીલોરીવાળા લોકોને લોકસાહિત્યનો રસથાળ પીરસાશે. ત્યારબાદ સાંજે ૬.૩૦ કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે.

આ એક વર્ષ દરમિયાન અહી જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, સહીતના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. કાગવડ ખાતેના ખોડલધામ સાથે ર૧ જાન્યુ. નો અનેરો નાતો જોડાયો છે. મંદીરનો શિલાયન્સ ૩૧-૧-૨૦૧૧ ના રોજ તથા શિલાપૂજન વિધી ૨૧-૧-૨૦૧૨ ના રોજ થઇ હતી. એટલું જ નહીં ૨૧-૧-૨૦૧૪ના રોજ એશિયાનો સૌથો મટો કૃષિ મેળો અને ૨૧-૧-૨૦૧૫ ના રોજ ૫૨૧ દિકરીઓના સમુહલગ્ન યોજાયા હતા. આ દરમિયાન ઘણા કિર્તીમાન ખોડલધામના નામે રચાય છે. દેશ અને વિદેશનું ઘ્યાન ખોડલધામે ૨૧-૧-૨૦૧૭ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખેચ્યું હતું.

વર્ષ દરમીયાન ખોડલધામ ખાતે આવતા ભકતો માટે ભોજનાલય, નાસ્તાગૃહ તથા બાળકો માટે અવનવી રાઇડસ  સાથેનું કેઝીવર્લ્ડ અને પરીસરમાં લોકોને બેસવા માટે ગજેબા બનાવવામાં આવ્યા છે.

ખોડલધામ ખાતે ભકતો દ્વારા માતાજીને બાધા અને ઘ્વજારોહણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૨૫૦ થી વધારે ભકતાએ ઘ્વજારોહણ કર્યુ છે. ઘ્વજા ચડાવવા આવતા ભકતોમાં મહીલા સત્સંગ મંડળ, સોશ્યુલગ્રુપ, સંસ્થાઓ અટકથી ચાલતા પરીવારો અને અલગ અલગ ગ્રુપો તથા કોઇના જન્મદિવસ, પુણ્યતિથિએ હર્ષોઉલ્લાસથી ઘ્વજા ચડાવે છે. ઘ્વજા ચડાવતા પહેલા એની પૂજન વિધી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.