1 ઓગષ્ટ સુધી રાત્રે ઓનલાઇન કૃતજ્ઞતા પર્વ પારાયણ
તેઓ યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક અને આત્મીય સમાજના સર્જક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રથમ વાર્ષિક સ્મૃતિદિનની ઉજવણી માટે આયોજિત આત્મીય કૃતજ્ઞતા મહાપર્વમાં આશીર્વચન આપી રહ્યા હતા.
પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ મન,વચન અને કર્મથી ગુરુહરિ સ્વામીજીનાં અભિપ્રાય સુહ્રદભાવ અને સ્વધર્મને દ્રઢ કરીને પ્રભુમય જીવન જીવવા સહુ ભક્તોને આહ્વાન કર્યું હતું. આ સમારોહમાં આશીર્વચન આપતાં અનુપમ મિશનના અધ્યક્ષ પૂજ્ય અશ્વિન ભાઈએ કહ્યું હતું કે, સ્વામીજી અત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીજી સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એ સ્વીકારીશું તો અંતરમાં સુખની અનુભૂતિ સ્વામીજી ચોક્કસ કરાવશે. આ પ્રસંગે આશીર્વાદ આપતાં પૂજ્ય મુકુંદજીવન સ્વામીજી (ગુરુજી )એ કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજી હંમેશાં એ પંક્તિઓ બોલતા, ‘દાસના દાસ થઈને વાળી રહે જે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એનાં રંગમાં’. પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વામીજીનાં હ્રદયના એ ભાવને ઓળખી લીધો એટલે એ દાસના દાસ થઈને રહ્યા. પરિણામે, સ્વામીજી રાજી થઈને એમના રંગમાં રાચ્યા. એમને વશ થઈને વર્ત્યા. સ્વામીજી હરિધામમાં બિરાજમાન છે અને રહેશે. તેનું કારણ આ પ્રેમસ્વરૂપ સ્વામીજી છે. દિલથી આ વાત સ્વીકારીને સ્વામીજીના થઈને રહીએ તે જ કૃતજ્ઞતા પર્વની સાચી ઉજવણી કહેવાય.
આ પ્રસંગે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વિશેષ પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, પ્રત્યેક પળે સ્વામીજીનું ઋણ અદા કરવા માટે એમની સ્મૃતિમાં રમમાણ રહીને શિક્ષાપત્રી અને સંતપ્રધાન જીવન જીવવું છે.
આ પ્રસંગે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં યુગકાર્ય અંગે દસ્તાવેજી વૃતચિત્રની રજૂઆત થઈ હતી. તેમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજની વિવિધ સ્મૃતિઓ નિહાળીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. સ્વામીજીની અંગતસેવામાં રહેલા પ્રશાંતભાઈએ સેવા દરમિયાનની સ્મૃતિઓની વાત કરી હતી. જ્યારે સ્વામીજીની અંતિમ અવસ્થામાં સાથે રહેલા પ્રભુપ્રિય સ્વામીએ અંતિમ દિવસની જીવનચર્યાની ઝાંખી કરવી ત્યારે સહુની આંખો અશ્રુથી છલકી ઉઠી હતી. અંતિમ સમયમાં સ્વામીજીએ પ્રેમસ્વરૂપ સ્વામીને ખૂબ યાદ કાર્ય હોવાનું જણાવ્યું હતું. આ સમારોહમાં પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય નિર્મળસ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભસ્વામી, ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ,વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પવઈ મંદિરનાં પૂ. ભરતભાઇ, પૂ. વશીભાઈ અનુપમ મિશનના પૂજ્ય રતિકાકા, પૂ.પીટરદાસજી, પૂ. વાસુદેવદાસજી, ગુણાતીત પ્રકાશના પૂ. ઇલેશભાઈ, અખિલ ભારતીય સંત સમિતિ-હિન્દુ સેનાના વડોદરા નગર અધ્યક્ષ નાગાર્જુનભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ જગદીશભાઇ નાવડા અને વિભાગ કાર્યવાહ મનસુખભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાય, અનિલભાઈ જૈન, સંજયભાઇ મહેતા, જયેશભાઈ ભટ્ટ, ડો. બીરેન ચૌહાણ, ડો. દેવાંગ ટાંક સહિતના મહાનુભાવો ઉપરાંત દેશવિદેશના ત્રીસ હજારથી વધુ ભક્તોએ ઉપસ્થિત રહીને હરિપ્રસાદ સ્વામી મહારાજનાં યુગકાર્યને ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યો હતો.