ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ જેમાં સુત્રાપાડા શહેર તેમજ સુત્રાપાડા તાલુકાના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા .
પ્રાથમિક સારવાર તાલીમ વર્ગમાં 90 જેટલા ભાઈઓ અને બહેનો ની 3 બેચ બનાવવામાં આવેલ અને 8 દિવસ તાલીમ આપવામાં આવેલ હતી.
સુત્રાપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી સ્ટાફની ફાળવળી કરવામાં આવેલ હતી. નર્સિંગ સ્ટાફ માંથી જયદીપસિંહ નાનડિયા તેમજ અલ્પાબેન ચાવડા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી હતી જેમાં ગમે તે સમયે ઈમરજન્સી માં દર્દીને કઈ રિતે પ્રાથમિક સારવાર આપવામાં આવે તેની પૂરે પૂરી સમાજ આપવામાં આવેલ હતી આ ટ્રેનીંગ માં એક બેચ ને 2 (બે) કલાક જેટલી ટ્રેનીંગ આપવામાં આવેલ હતી અને 3 જેટલી બેચોની ટ્રેનીંગ પૂર્ણ થઈ ગયેલ હતી અને ચોથી બેચ ની ટ્રેનીંગ ચાલુ છે. ઇંડિયન રેડક્રોસ સુત્રાપાડા શાખા દ્વારા યોજાયેલ આ બેચની ટ્રેનીંગએ જીવન જરૂરી અને ખાસ કરીને ઈમરજન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે ઉપયોગી બની રહેલ હતી .
ઇંડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા બ્રાન્ચ ના ચેરમેન અજયભાઈ બારડ તથા સુત્રાપાડા શાખા ના સભ્યો તેમજ સુત્રાપાડા નગરપાલિકાના સભ્યો આ ટ્રેનીંગ માં હાજર રહેલ હતા તેમજ તમામ તાલીમાર્થીઓને ઇંડિયન રેડક્રોસ સોસાયટીના તાલીમ પૂર્ણ થયે સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા આ સર્ટિફિકેટ તેઓને નોકરી મેળવવા માટે અતિ મદદરૂપ થશે .