27 કેસ દફતરે કરાયા, જયારે 6 કેસ પેન્ડિંગ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 41 કેસો પૈકી 8 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેર વિસ્તારના 4 અને ગ્રામ્ય વિસ્તારના 4 કેસનો સમાવેશ થાય છે
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 41 કેસો પૈકી 27 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 6 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.