સુરેન્દ્રનગરના લીંબડી ડીવાયએસપીએ જે દિવસે ઘટના બની તે દિવસે ફાયરીંગ અથવા કોઇપણ જાતની બંદુક પિસ્તોલનો ઉપયોગ આ જથુ અથડામણમાં ન થયોહોવાનું જણાવ્યું હતું. પરંતુ સોશિયલ મીડીયા પર વીડીયો વાયરલ થતાં ચકચાર વ્યાપી ગયો છે.
ં સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ના જનસાળી ગામ માં વધુ એક મારામારીનો અને જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. કાલે સાંજના સમયે આ જૂથ અથડામણ થઇ હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે મળતી વિગત અનુસાર જનસાળી ગામ કે જે પાણસીણા ગામની નજીક આવેલું છે ત્યાં જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે સામાન્ય બાબતે જુથ અથડામણ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે જનસાળી નજીક મહિન્દ્રા કંપની માં જમીન અને તેમાં જીસીબી ટેક્ટર જેવી વસ્તુઓનો નો કોન્ટ્રાક્ટ રાખવા બાબતે જૂથ અથડાણ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
થોડા દિવસ પહેલા આશરે સાડા સાત વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા પાસે આવેલ જનસાળી ગામ માં જૂથ અથડામણમાં પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે આ તમામને પ્રાથમિક સારવાર માટે બાવળા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં એક યુવકની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો છે.
લીબડી હાઇવે પર મહિન્દ્રા કંપની માં કોન્ટ્રાક રાખવા બાબતે શું થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે જનસાળી ગામ ના જ કોળી પટેલ અને ભરવાડ જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ છે જૂથ અથડામણમાં પાંચથી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ત્યારે હાલમાં ગામમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તાત્કાલિક પડે લીંબડી ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા ઘટનાસ્થળે દોડી જઈ અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.