૯૦ સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ટેલિફોનિક જાણ થતાં ઈજાગ્રસ્ત વ્યક્તિની વેરાવળ આદિત્ય બિરલા હોસ્પિટલમાં મુલાકાત લઈ સારવાર માટે રાજકોટ ખાતે રિફર કરાવેલ છે.
આજ રોજ વેરાવળ તાલુકાનાં આંબલીયાળા ગામના સામાન્ય વ્યક્તિ ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવેલ અને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે આદિત્ય બિરલા હોસ્પીટલ વેરાવળ ખાતે ખસેડવામાં આવેલ ત્યારે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ટેલિફોનિક જાણ થતાં તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તની મુલાકાત લઈ વધારે સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં આંબલીયાળા ગામના રહેવાસી નગાભાઈ અરજણભાઇ બામણીયા કે જેઓ વેરાવળથી પોતાના ગામ તરફ જતાં હતા તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઉપર ફાયરીંગ કરવામાં આવેલ ત્યારે નગાભાઈ બામણીયાને ગંભીર ઇજા થયેલ છે. જેથી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત નગાભાઈને સારવાર માટે વેરાવળ ખાતે આદિત્ય બિરલા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.
તે સમય દરમિયાન ૯૦ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ફાયરીંગ થયા અંગે ટેલિફોનિક જાણ થતાં વેરાવળ આદિત્ય બિરલા હોસ્પીટલમાં તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તની મુલાકાત લઈ વધારે સારવારની જરૂરિયાત હોવાથી રાજકોટ ખાતે તાત્કાલિક ધોરણે સારવાર માટે ટેલિફોનિક રજૂઆત કરી રીફર કરવામાં આવેલ છે.
આમ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એક ધારાસભ્ય તરીકે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત નગાભાઈ અરજણભાઇ બામણીયાને રાજકોટ સારવાર અર્થે રીફર કરી લોક સેવકનું ઉદાહરણ પૂરું પાડેલ છે.