લીંબડીમાં ગઈ કાલે ફાયરીંગની ઘટનાથી બની હતી જેનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના લીંબડી નેશનલ હાઈવે પર આવેલી ફિદાયબાગ સોસાયટી વિસ્તારની છે જ્યાં જુની અદાવતની દાઝ રાખી ઉશ્કેરાયેલા શખ્સે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટયો હતો.
બે સગા ભાઈઓ પર દાઝ રાખી ઉશ્કેરાયેલા શખ્સે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત બંને ભાઈઓને પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે આરોપી ને વોચ ગોઠવી ગણતરીના મિનિટોમાં ઝડપી પાડ્યો હતો.
શું હતો મામલો ??
લીંબડી સંજીવની પાર્ક પાસે આવેલા ફિદાયબાગ સોસાયટી વિસ્તારમાં રહેતા નુરૂદીન ખોજા ને અગાઉ થયેલી બોલાચાલી અને માથાકૂટ મનદુઃખ હતું. તેના પાડોશી નવરોજ ભાઈ બગસરિયા અને નૌશાદ ભાઇ બગસરિયા બંને હાઇવે પર શિયાણી સર્કલ પાસે ઉભા હતા ત્યારે નુરૂદીન ખોજાએ ઉશ્કેરાઈને પોતાના પાસે રહેલી પિસ્તોલ કાઢી બંને ભાઈઓ પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. બંને ભાઈઓ નવરોઝ અને નૌશાદને ગોળીઓ વાગતા ઇજાઓ પહોંચી હતી.
હુમલો કરનાર આરોપી નાસી છુટ્યો’તો
હુમલો કરી આરોપી નુરૂદીન ભાગી છુટયો હતો. આ બનાવથી ભેગા થયેલા લોકો અને દોડી આવેલી પોલીસે ઇજાગ્રસ્તો ને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ વડા હરેશ દુધાત, નાયબ પોલીસ અધિક્ષક સી પી મુંધવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લીંબડી પોલીસે સોસાયટી વિસ્તારના રહીશોએ જણાવેલા વર્ણનના આધારે આરોપી નુરૂદીનને હાઇવે સર્કલ પાસેથી જ દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.