- વાડીના પ્રવેશદ્વાર સાથે ટક્કર થતાં ત્રણ શખ્સોએ ઝગડો કરી ગોળીબાર કર્યો : મજુરનો જીવ માંડ બચ્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વ મંત્રીના વાડીના પ્રવેશદ્વાર સાથે કાર અથડાવ્યા બાદ ત્રણ શખ્સોએ ઝગડો કરી મજુર પર ફાયરિંગ કર્યાની ઘટના સામે આવી છે. ફાયરીંગની ચકચારી ઘટનાના અહેવાલ સામે આવતા ડીવાયએસપી, પીઆઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલામાં વાડી મજુરે ત્રણ શખ્સોં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ધ્રાંગધ્રાના સુરેન્દ્રનગર બાયપાસ ઉપર રાત્રિના સમયે કારમાં આવી અને વાડીના ગેટ સાથે કાર ભટકાડી ગેરકાયદેસર વાડીમાં પ્રવેશી મજુરને ગાળો આપી અને કાઠલો પકડી લીધા બાદ મજુર મારથી બચવા ભાગ્યો હતો જે બાદ મજુરને જાનથી મારી નાખવાના ઇરાદે હથિયાર વડે ફાયરિંગ કરી નાસી ગયાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધાંગધ્રાના સુરેન્દ્રનગર બાયપાસ ઉપર રાત્રિના સમયે કાર લઈને ધસી આવેલા ત્રણ શખ્સે પોતાની ગાડી વાડીના ગેટ સાથે કાર ભટકાડી ગેરકાયદેસર રીતે વાડીની અંદર પ્રવેશી વાડીમાં હાજર મજુર સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઠલો પકડ્યો હતો. જે બાદ ત્રણેય શખ્સોના મારથી બચવા મજુર વાડીની અંદર ભાગવા લાગ્યો હતો. જે બાદ હુમલાખોરો દ્વારા પોતાના પાસે રહેલા હથિયાર વડે મજુર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અવાજને લઈને દેકારો મચી જતા વાડીમાં રહેલા અન્ય શખ્સ દોડી આવતા આરોપી કાર લઈને ભાગી ગયા હતા.
ત્યારે બનાવને લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી જે ડી પુરોહિત, પીઆઈ ડી ડી ચાવડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી બનાવના સ્થળનું નિરીક્ષણ કરી ફરીયાદી રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ દ્વારા આરોપી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા. હરદીપસિહ લાખુભા ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હત્યાની કોશીશ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ ડી ડી ચાવડા કરી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ ફાર્મ હાઉસ પૂર્વ મંત્રી આઈ કે જાડેજાનું છે તેવું જાણવા મળ્યું છે.
મારથી બચવા ભાગી રહેલા રાજા ભરવાડને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ
ગાડી વાડીના ગેટ સાથે કાર ભટકાડી ગેરકાયદેસર રીતે વાડીની અંદર પ્રવેશી વાડીમાં હાજર મજુર સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કાઠલો પકડ્યો હતો. જે બાદ ત્રણેય શખ્સોના મારથી બચવા મજુર વાડીની અંદર ભાગવા લાગ્યો હતો. જે બાદ હુમલાખોરો દ્વારા પોતાના પાસે રહેલા હથિયાર વડે મજુર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહીતની કલમો હેઠળ ત્રણ વિરુદ્ધ ગુનો
બનાવને લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી જે ડી પુરોહિત, પીઆઈ ડી ડી ચાવડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી બનાવના સ્થળનું નિરીક્ષણ કરી ફરીયાદી રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ દ્વારા આરોપી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા. હરદીપસિહ લાખુભા ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હત્યાની કોશીશ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.