ત્રણ કર્મચારીને ગોળી લાગતા ઘવાયા: લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી: લૂંટની સમગ્ર ઘટનાના સીસીટીવી કુટેજ મળતા: લૂંટારા કારમાં ફરાર
આદિપુર વિનય સિનેમાની સામેના ભાગમાં આવેલા એકિસસ બેન્કના એટીએમમાં કેશ લોડ કરવા આવેલી વેન પર અર્ટિકામાં આવેલા શખ્સોએ પ રાઉન્ડ ફાયરિંગ કરી બેન્ક કર્મીઓના હાથમાંની આશરે રૂ ૩૪ લાખ રોકડ ભરેલી પેટી ઉઠાવી જઇ લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના બની હતી. ફાયરીંગમાં એટીએમમાં કેશ લોડ કરવા આવેલા ત્રણ કર્મીઓને ઇજાઓ થઇ હતી. જો કે વધારે ઇજા ન હોવાથી હાલ સારવાર હેઠળ રખાયા છે.
ઘટનાની જાણ થતાં પોલીસવડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. અને કચ્છમાં નાકા બંધીની સૂચનાઓ અપાઇ હતી. ભર બપોરે ત્રણ વાગ્યાના આરસામાં આદિપુરના ભરચક રહેતા વિનય સિનેમા રોડ પર સિનેમાની સામે જ આવેલા એકિસસસ બેંકના એટીએમમાં જીએ ૦૧ ડીપી ૧૪૫૨ નંબરની કેશ વેનમાં રૂપિયા લઇ એટીએમમાં લોડ કરવા ચાર લોકો આવ્યા હતા પરંતુ પેટી લઇને ઉતરે તે દરમિયાન અર્ટિગા કારમાં આવેલા અજાણ્યા ઇસમોએ ફાયરીંગ કરી તેમના હાથમાં રહેલી રોકડ ભરેલી પેટી ઉઠાવી ગણતરીની પળોમાં
પલાયન થયા હતા. આ પેટીમાં આશરે રૂ ૩૪ લાખની રોકડ હોવાનું પોલીસવડા પરિક્ષિતા રોઠેડે જણાવ્યું હતું. આ બનાવમાં થયેલા ફાયરીંગમાં બેંકની વેનમાં આવેલા ચારમાંથી ત્રણ કર્મચારીઓને ગોળી લાગવાથી ઇજાઓ પહોંચી હતી.
જેમાં અનિલ બલદાણીયા, મરશી મીલાસ અને હેમંત રામી નામના બેંક સિકયુરીટીના કર્મચાીરોને પગમાં ગોળી લાગતા ઇજાગ્રસ્ત થયા હતા. પહેલા રામબાગ હોસ્૫િટલ ખસેડાયા બાદ ખાનગી હોસ્પિટલ રીફર કરાયા હતા એક કર્મચારીનો બનાવમાં બચાવ થયો હતો અને તે કર્મચારીની પોલીસ પુછપરછ કરી રહી છે.
જો કે આ ગોળીબારમાં વધુ ઇજાઓ ન હોવાથી હાલત ગંભીર ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.બે શખ્સો ગોળી ચલાવી લુંટ કરી કાર આવતા તેમાં બેસી પલાયન થયા.
ફાયરીંગ સાથે બનેલા લુંટના બનાવમાં સામે આવેલી પાનની દુકાનમાં રહેલા સીસી ટીવી કુટેજ મુજબ એક ગ્રીન શર્ટ પહેરેલો અને રેડ શર્ટ પહેરેલો એમ બે શખ્સોએ એટીએમમાં મની લોડ કરવા વેન આવતા જ રેડ શર્ટ પહેરેલા શખ્સે ફાયર કર્યુ હતુ અને ગ્રીન શર્ટ પહેરેલા શખ્સે રોકડ ભરેલી બેગ લીધી હતી અને ફૂલ સ્પીડમાં આવેલી અટીકામાં બન્ને શખ્સ બેસી ગયા હતા અને પળવારમાં પલાયન થયા હતા.