સોયલ પાસે યેલ હત્યાના ગુનામાંથી તાજેતરમાં જ જેલમુક્ત યેલા માજોઠના યુવાનની સરાજાહેર હત્યાથી નાસભાગ : રેતી ચોરીના ડખ્ખામાં યુવાનની હત્યા યાની આશંકા : પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરતા મોરબી નજીક સ્વિફટ કારમાં ચારેય શખ્સો ઝડપાઈ ગયા

ધ્રોલના ત્રિકોણબાગ પાસે આજે બપોરે સ્વીફટ ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ થી  ચાર શખ્સોએ સરાજાહેર માજોઠના રેતીના ધર્ંધાી અને હાલમાં જ જેલમાંથી હત્યાના ગુનામાં મુક્ત યેલા યુવાન પર સરાજાહેર ફાયરીંગ કરી અજાણ્યા શખ્સો નાશી ગયાની ઘટનાની પગલે ચકચાર મચી જવા પામી છે. બનાવની ગંભીરતાના પગલે પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.સરાજાહેર યેલ ફાયરીંગના પગલે કલાકો સુધી રાજકોટ, જામનગર હાઈવે ધ્રોલ નજીક ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા માજોઠના યુવાનને સારવારમાં જામનગરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા તેણે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ તાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.

6 banna for site

આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અગાઉ રેતી માફીયા તરીકે કુખ્યાત બનેલા અને સોયલ નજીક એક વર્ષ પહેલા હત્યાના ગુનામાંથી  જેલમાંથી બહાર આવેલો માજોઠનો દિવ્યરાજસિંહ જાડેજા ઉર્ફે દિવ્યો ડોન (ઉ.વ.૩૦) નામનો યુવાન આજે બપોરે ધ્રોલ હાઈવે પર આવેલ ત્રિકોણબાગ નજીક પેટ્રોલપંપ પાસે હતો ત્યારે સ્વિફટ ગાડીમાં આવેલા અજાણ્યા ૨ થી ૩ શખ્સોએ તેના પર સરાજાહેર ૫ થી ૬ રાઉન્ડ ફાયરીંગ કરી સ્વિફટ કારમાં નાસી ગયા હતા. સરાજાહેર ફાયરીંગ તાં ઘવાયેલા દિવ્યરાજસિંહ જાડેજાને ગળા પર, પડકામા, પેટમાં થતા સાળના ભાગે ગોળીઓ વાગી ગઈ હોવાથી તેને તાત્કાલીક સારવાર ર્એ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજયું હતું.

રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ધ્રોલના ત્રિકોણબાગ ખાતે સરાજાહેર યેલા ફાયરીંગના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને કલાકો સુધી ટ્રાફિકજામ ઈ જતાં ધ્રોલ પોલીસને ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. બનાવના પગલે જામનગરના એસપી શરદ સિંઘલે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજયભરમાં નાકાબંધી કરાવી હતી. જેના પગલે ધ્રોલી મોરબી જતા હાઈવે પર માત્ર ૨ કલાકના ટૂંકા ગાળામાં જ સ્વીફટ ગાડીમાં હત્યા કરી ભાગી છુટેલા ચારેય શખ્સોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

જેના પર ફાયરીંગ કરી હત્યા કરાઈ છે તે દિવ્યો ડોન ઉર્ફે દિવ્યરાજસિંહ જાડેજા અગાઉ હત્યાના ગુનામાં લાંબો સમય જેલમાં રહ્યાં બાદ તાજેતરમાં જ જેલમુક્ત યો હોવાનું તા તેના પર અગાઉ હત્યાની કોશીષ, ફાયરીંગ, રાયોટીંગ અને પીએસઆઈ પર હુમલો કરવા સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે અને રાજકોટ-જામનગર હાઈવે પર ચાલતા રેતીના ડમ્પર પાસેથી હપ્તા ઉઘરાવવા અને રેતી માફીયાનું કામ કરતો હોવાી આ વિસ્તારમાં મૃતક દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન તરીકે પ્રખ્યાત હતો. હત્યા પાછળનું સાચુ કારણ ઝડપાયેલા ચારેય શખ્સોને ધ્રોલ ખાતે લાવવામાં આવશે ત્યારબાદ જ સ્તય હકીકત બહાર આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.