રૂ.૧.૫૦ લાખની ઉઘરાણી પતાવવા વિપ્ર યુવાનની હત્યાની કોશિષ
ગોંડલ હાઇ-વે પર આવેલી ખોડીયાર હોટલ પાસે રૂ.૧.૫૦ લાખની ઉઘરાણી વસુલ કરવા વિપ્ર યુવાન પર ગરાસીયા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ગરાસીયા શખ્સની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આશાપુરા ચોકડી પાસે આવેલા સિધ્ધનાથનગરમાં રહેતા દિલીપભાઇ જયંતભાઇ પંડયા નામના વિપ્ર યુવાન ખોડીયાર હોટલ પાસે હતા ત્યારે સ્કોર્પીયો કારમાં ઘસી આવેલા યોગીનગરના જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ગરાસીયા શખ્સે બાર બોરની બંદુકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
દિલીપ પંડયા પાસે જયેન્દ્રસિંહ ઝાલા રૂ.૧.૫૦ લાખ માગતા હોવાથી તેની ઉઘરાણી વસુલ કરવા ખોડીયાર હોટલ પાસે ઘસી ગયાની અને ધાક ધમકી દઇ એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગોંડલ પોલીસે દિલીપ પંડયાની ફરિયાદ પરથી જયેન્દ્રસિંહ ઝાલા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,