મળતી વિગત મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ગોપાલ ધામ મંદિર નજીક ભરવાડ સમાજની મીટીંગ ચાલુ હતી તે દરમિયાન દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે બધાડાટી બોલી હતી.તેમજ ૨૫ જેટલા વાહનોમાં આગ ચાંપી અને ફાયરીંગ કરવામાં આવ્યું છે.જેમાં ૧ આધેડનું ધટના સ્થળે મુર્ત્યું નીપજ્યું હતું જયારે ૨ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરાયા છે.
- હળવદ પાસે થયેલ માથાકુટમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત
- માથામાં ગોળી વાગવાથી થયુ મોત તક્ષ્ણ હથિયારનો ઘા પણ ઝીક્યા છે
- બે ઇજાગ્રસ્તોને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા
- મૃતકનું નાન રાણાભાઇ બાબુભાઇ શિયાળ(ભરવાડ) ઉ.૪૫, રહે ગોલાસણ
- બે ઇજાગ્રસ્તમાં ખેતા નાગજી ઉ૬૦, વાલા નાગજી ઉ૫૦
- ભરવાડોના દસથી વધુ બાઇક સળગાવ્યા, ત્રણથી ચાર ગાડીઓમાં કરી તોડફોડ
- ભરવાડ-દરબાર જૂથ-અથડામણના પગલે મોરબી, કચ્છ તરફથી અમદાવાદ બાજુ જતી બસોને હળવદ પોલીસ સ્ટેશન પાસે જ રોકી લેવામાં આવી. આસરે ૭૦૦ જેટલા મુસાફરો હળવદમાં ફસાયા.
- ગાંધીનગરમાં પ્રદીપસિંહ જાડેજાએ તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી
- ધાંગધ્રા સુરેન્દ્રનગરમાં પોલિસ બંદોબસ્ત ગોઠવાયો.
- SRP ટિમ તૈનાત કરાઇ
- રાજકોટ ના IG, ગાંધીનગર DIGને તપાસ અને જવાબદારી સોંપાઈ છે
ભરવાડ-દરબાર જૂથ-અથડામણના પગલે મોરબી, કચ્છ તરફથી અમદાવાદ બાજુ જતી બસોને હળવદ પોલીસ સ્ટેશન પાસે જ રોકી લેવામાં આવી. આસરે ૭૦૦ જેટલા મુસાફરો હળવદમાં ફસાયા.