અમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા. જ્યારે આરોપી બિલ્ડીંગમાં જ છે, પોલીસ દ્વારા બિલ્ડીંગને ધેરી લેવામાં આવી. અને વિદ્યાર્થીઓને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવ્યા.
મૃત્યું પામેલા લોકો વિદ્યાર્થી નથી
પોલીસના જણાવ્યા મૂજબ ફાયરિંગ બિલ્ડીંગના ચોથા માળે થયું. અને મારેલા બંન્ને શખ્સ વિદ્યાર્થી નથી.પોલીસે એ પણ જણાવ્યું કે હુમલો અંગત અદાવતમાં થયો હોય તેવું અનુંમાન લગાવાયું છે.
19 વર્ષનો છે આરોપી
આરોપીની ઉંમર 19 વર્ષની છે જેની ઉંચાઇ 5.9 બતાવામાં આવી રહી છે. આરોપીએ પીળુ જીન્સ અને વાદળી જેકેટ પહેર્યું છે.મીડિયા રિપોર્ટ મૂજબ આરોપીનું નામ જેમ્સ એરિક ડેવિસ જૂનિયર છે.માઉન્ટ પ્લીસેંટમાં સેન્ટ્રલ મિશીંગન યુનિવર્સિટીમાં 23000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.