મોરસલ ગામના પુલ પરની ઘટના, ઈજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો
ચોટીલા તાલુકામાં મારામારી અને ફાયરિંગના બનાવો ચિંતા જનકરીતે વધી રહયા છે ત્યારે ચોટીલા ના મોરસલ ગામનાં પુલ પર રાતડકિના યુવાન ઉપર ખુલ્લે આમ ફાયરિંગ થયુ
રાતડકીનો યુવાન પોતાની વાડીએથી ગાડી લઈને ચોટીલા તરફ આવતો હતો ત્યારે ઝઘડાનું મનદુખ રાખી બે ગાડીઓમા ઘસી આવેલા ૩ સખ્શોએ મોરસલ ગામના પુલ વચ્ચે રોડ ઉપર યુવાનની ગાડી ઉભી રખાવી ફાયરિંગ કરતા ચકચાર ફેલાઇ હતી ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઇ પોલીસે ફાયરીંગ અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા
ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા દેવરાજભાઈ ગોકળભાઈ પરમાર ની ગામની સીમમાં આવેલી વાડી પાસે પસાર થતી ભોગાવો નદી માં રેતી ભરવા માટે કેટલાક શખ્સો રસ્તો બનાવી રહ્યા હતા ત્યારે ખેતરમાં આવેલા કૂવા પાસે રસ્તો બનાવવાની દેવરાજભાઈ એ ના પાડી હતી આથી આ બાબતે ચોટીલાના
હબિયાસના પેથાભાઇ શિયાળીયા હીરાસર ના દિનેશભાઈ નાથાભાઈ પરમાર હીરાસર ના રામાભાઇ દેવશીભાઈ પરમાર સાથે રસ્તા બાબતે ઝઘડો થયો હતો ત્યારે દેવરાજભાઈ શનિવારે તેની વાડીએથી કાર લઇને ચોટીલા તરફ આવી રહ્યા હતા એ દરમિયાન પેથાભાઇ દિનેશભાઈ અને રામાભાઇ બે કાર લઈને ઘસી આવ્યા હતા તેમજ મોરસલ ગામ ની સીમ તેમજ ગામના પુલ વચ્ચે રોડ ઉપર દેવરાજભાઈ ની કારને આંતરી સામે ગાડી ઉભી રાખી દેવરાજભાઈ ને નીચે ઉતાર્યા હતા ત્યારબાદ પેથાભાઈ અને દિનેશભાઇએ પોતાની પાસેના તમંચા જેવા હથિયારમાંથી દેવરાજભાઈ પર એક-એક ફાયરિંગ કર્યું હતું જેમાં દેવરાજભાઈ ના જમણા પગમાં ગંભીર ઇજા કરી હતી.આ ઉપરાંત રામાભાઇ એ ફરસી લઈ મારવા દોડી મારી નાખવાની ધમકી આપી તમામ શખ્સો ફરાર થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત દેવરાજભાઈ ને રાજકોટની ખાનગી હોસ્પિટલમા લઈ જવાયા હતા દેવરાજભાઈએ ત્રણ શખ્સો સામે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે
ચોટીલામા જ્યારથી પી.આઈ. નકૂમ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી ચોટીલા પંથકમાં મારામારી ફાયરિંગ ધાડપાડુ વરલી મટકાનો જુગાર દારૂનું બેફામ વેચાણ ખૂબ જ વધી રહ્યું છે જ્યારે ચોટીલાના લોકોને પીઆઈ નકુમની જરૂરત હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે