- રાજકોટ મહાનગરપાલિકા આયોજીત
- રેસકોર્સમાં આતશબાજી નિહાળવા શહેરીજનો ઉમટી પડતા દરવાજા બંધ કરી પ્રવેશ અટકાવાયા: લોકોમાં ભારે રોષ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.બુધવારે સાંજે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા.
આ આતશબાજી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિના ચેરમેન તરીકે અશ્વિનભાઈ પાંભર કોર્પોરેટરઓ ડો. અલ્પેશભાઈ મોરજરીયા, વિનુભાઈ સોરઠીયા, રૂચીતાબેન જોષી, બીપીનભાઈ બેરા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, અને બહોળી સંખ્યામાં નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આવનારું નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજકોટ મહાનગરપાલિકા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાના કામો, માળખાકીય વિકાસ કામો, હરવા ફરવાના સ્થળો વિકસાવવા, ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અન્ડર/ઓવરબ્રિજના કામો, મુખ્ય માર્ગો પર ટ્રાફિક સિગ્નલ તેમજ સી.સી.ટી.વી. કેમેરા, શહેરી ગરીબોને આવાસ યોજના વગેરે જેવા કામો તથા પ્રોજેક્ટ્સ શહેરીજનોને આપે જ છે. પરંતુ સાથો સાથ લોકોને તહેવાર દરમ્યાન તથા પ્રસંગોપાત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, લોકડાયરા તથા મ્યુઝીકલ નાઈટ્સ, હિન્દી હાસ્ય કવિ સંમેલન, યોગ દિવસની ઉજવણી તેમજ દર વર્ષે રંગબેરંગી અને અવનવા થીમ બેઇઝ ફટાકડા દ્વારા ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવા સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને એક મનોરંજન પુરૂ પાડે છે. આપ સર્વે ઉપસ્થિત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે આતશબાજીનો કાર્યક્રમ માણી શકો તે માટે વિશેષ વિગતો રજુ ન કરતા મારી વાત અહિ પૂર્ણ કરુ છું તેમજ ફરી એકવાર ઉપસ્થિત સર્વે શહેરીજનોને દિવાળી પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.
આતશબાજી કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા મંચસ્થ મહાનુભાવો અને નગરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે આતશબાજીનો ડીઝીટલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આતશબાજીમાં પ્રદર્શિત થયેલી ફટાકડાની અવનવી વેરાયટીની હજારો લોકોએ હર્ષોલ્લાસ અને ચિચિયારી સાથે મજા માણી હતી માનવ મેદની ઉમટી પડતા દરવાજો બંધ કરી દેવાતા હોબાળો મચી ગયો હતો લોકોએ રોષ ઠાલવ્યો હતો.